________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૯
પાલખી, વાહન વગેરે બેસવા યોગ્ય સામગ્રી સહિત હોય તો યુક્ત કહેવાય અને ગતિ–વેગ આદિથી યુક્ત હોય તો યુક્ત યુક્ત કહેવાય છે.
સારથી તથા પુરુષની ચૌભંગી :
२० चत्तारि सारही पण्णत्ता, तं जहा- जोयावइत्ता णाममेगे णो विजोयावइत्ता, विजोयावइत्ता णाममेगे णो जोयावइत्ता, एगे जोयावइत्ता वि विजोयावइत्ता वि, एगे णो जोयावइत्ता णो विजोयावइत्ता ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जोयावइत्ता णाममेगे णो विजोयावइत्ता, विजोयावइत्ता णामं एगे णो जोयावइत्ता, एगे जोयावइत्ता वि विजोयावइत्ता वि, एगे णो जोयावइत्ता णो विजोयावइत्ता ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સારથિ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે—(૧) કેટલાક સારથિ રથમાં અશ્વાદિકને જોડે પણ છૂટા કરતા નથી (૨) કેટલાક સારથી અશ્વાદિને રથમાંથી છૂટા કરે પણ જોડતા નથી (૩) કેટલાક સારથિ અશ્વાદિને જોડે અને છૂટા પણ કરે છે (૪) માત્ર રથ ચલાવવાનું કાર્ય કરનાર સારથિ અશ્વાદિને જોડતા પણ નથી અને છૂટા પણ કરતાં નથી.
(૧) કેટલાક મનુષ્ય અન્યને ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરે પણ અનુચિત કાર્યથી નિવૃત્ત કરતા નથી (૨) કેટલાક મનુષ્ય અન્યને અનુચિત કાર્યથી નિવૃત્ત કરે પણ ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરતા નથી (૩) કેટલાક મનુષ્ય અન્યને ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરે છે અને અનુચિત કાર્યથી નિવૃત્ત પણ કરે છે (૪) કેટલાક મનુષ્ય । અન્યને ઉત્તમ કાર્યમાં પ્રવૃત્ત કરતા નથી અને અનુચિત કાર્યથી નિવૃત્ત પણ કરતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સારથિના દષ્ટાંતથી પુરુષની વિવિધતા દર્શાવી છે. બંને ચૌભંગી સૂત્ર ભાવાર્થમાં સ્પષ્ટ છે. વ્યાખ્યાકારે આ ચૌભંગીને સાધુ પુરુષ પર ટિત કરી છે.
શ્રમણની અપેક્ષાએ ચૌભંગી :- (૧) કેટલાક સાધુ અન્ય સાધુઓને સંયમ યોગમાં પ્રવૃત્ત કરે પણ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત સાધુને નિવૃત્ત કરતા નથી (૨) કેટલાક સાધુ અનુચિત્ત કાર્યમાં પ્રવૃત્ત અન્ય સાધુને નિવૃત્ત કરે છે પણ તેઓને સંયમ યોગમાં પ્રવૃત્ત કરતાં નથી (૩) કેટલાક સાધુ અન્ય સાધુને સંયમ યોગમાં પ્રવૃત્ત પણ કરે અને અનુચિત્ત કાર્યથી નિવૃત્ત પણ કરે છે (૪) સાધારણ શક્તિવાળા કેટલાક સાધુ અન્ય સાધુને સંયમ યોગમાં પ્રવૃત્ત કરતા નથી અને અનુચિત્ત કાર્યથી નિવૃત્ત પણ કરતા નથી.
:
યુક્ત-અયુક્ત અન્વાદિ તથા પુરુષની ચૌભંગી
२१ चत्तारि हया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो ।