________________
૪૨૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
મારુદેવી માતા. દ્રવ્યલિંગ, ભાવલિંગ બંનેથી રહિત એવા ગૃહસ્થ 'અયુક્ત અયુક્ત' કહેવાય છે. નુત્તે ગામને ગુપ્ત રણ(યુક્ત-યુક્ત પરિણત) –બળદ આદિથી યુક્ત યાન પછી પ્રશસ્ત સામગ્રીના કારણે યુક્ત રૂપે જ પરિણમે તે 'યુક્ત-યુક્ત પરિણત' કહેવાય. બળદ આદિથી યુક્તયાન અપ્રશસ્ત સામગ્રીના કારણે અપ્રશસ્તરૂપે પરિણમે તો 'યુક્ત—અયુક્ત પરિણત' કહેવાય.
કોઈ સાધુ દ્રવ્યલિંગી પણ હોય અને ભાવલિંગરૂપે પરિણામ પામે તો યુક્તયુક્ત પરિણત' કહેવાય. દ્રવ્યલિંગી હોય અને ભાવલિંગ રહિત બને તો યુક્ત—અયુક્ત પરિણત કહેવાય. આ રીતે ચારે ય ભંગ સમજવા. નુત્તે ગામને ગુરવે(યુક્ત-યુક્તરૂપ) – કોઈ યાન બળદ વગેરેથી યુક્ત હોય અને રુચિકર રૂપ- આકાર, વસ્ત્રાભરણથી યુક્ત હોય તો 'યુક્તયુક્તરૂપ' કહેવાય. બળદ વગેરેથી યુક્ત હોય પણ જો તે યાન સુંદર આકારવાળું ન હોય તો 'યુક્ત-અયુક્તરૂપવાળું કહેવાય.
કોઈ પુરુષ ધનાદિ અને જ્ઞાનાદિ ગુણ યુક્ત હોવાની સાથે ઉચિત વેષભૂષાવાળો વસ્ત્રાભરણથી સુશોભિત રૂપવાળો હોય તો યુક્તયુક્તરૂપ' કહેવાય. ગુરે નામને કુત્તોએ(યુક્તયુક્ત શોભા) – કોઈ યાન બળદથી યુક્ત હોય અને દેખાવમાં સુંદર શોભાવાળું હોય તો યુક્ત-યુક્ત શોભાવાળું કહેવાય. કોઈ પુરુષ ધનાદિથી સંપન્ન હોય અને શોભા સંપન્ન પણ હોય તો 'યુક્ત-યુક્ત શોભાવાળા' કહેવાય છે. શેષ ભંગ આ પ્રમાણે જ જાણવા. યુક્ત-અયુક્ત પાલખી તથા પુરુષની ચૌભંગી :१९ चत्तारि जुग्गा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, चउभंगो ।
एवं जहा जाणेण चत्तारि आलावगा तहा जुग्गेणवि, पडिपक्खो तहेव पुरिसजाता जाव सोभेत्ति । ભાવાર્થ :- ચાર પ્રકારના યુગ્ય(ડોલી-પાલખી)અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. 'યુક્ત-યુક્ત', 'યુક્ત-યુક્ત પરિણત' 'યુક્ત-યુક્તરૂપ' 'યુક્ત-યુક્ત શોભા' સુધીના યુગ્ય અને પુરુષ સંબંધી ચાર–ચાર આલાપક 'યાન'ના આલાપકની જેમ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વસૂત્રના 'યાન'ની જેમ યુગ્યનું કથન કરવાનું સૂચન કર્યું છે. રથ વગેરે યાન કહેવાય છે. પાલખી, ડોલી વગેરે યુગ્ય કહેવાય છે અને હાથી ઘોડા આદિ વાહન કહેવાય છે.