________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૭
અને આચાર, વેશભૂષાથી પણ યુક્ત હોય (૨) કોઈ પુરુષ સમૃદ્ધિથી યુક્ત હોય અને આચાર, વેશભૂષાથી યુક્ત ન હોય (૩) કોઈ પુરુષ સમૃદ્ધિથી યુક્ત ન હોય અને આચાર, વેશભૂષાથી યુક્ત હોય (૪) કોઈ પુરુષ સમૃદ્ધિથી પણ યુક્ત ન હોય અને આચાર, વેશભૂષાથી પણ યુક્ત ન હોય. |१६ चत्तारि जाणा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तपरिणए, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- जुत्ते णाममेगे जुत्तपरिणए, चउभंगो। ભાવાર્થ - ચાર પ્રકારના યાન અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યુક્ત યુક્ત પરિણત યાન અને યુક્ત યુક્ત પરિણત પુરુષ વગેરેના ચાર–ચાર ભંગ જાણવા. |१७ चत्तारि जाणा पण्णत्ता,तं जहा- जुत्ते णाममेगे जुत्तरूवे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तरूवे, चउभगो । ભાવાર્થ :- ચાર પ્રકારના યાન અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યુક્તયુક્તરૂપયાન, યુક્તયુક્તરૂપ પુરુષ વગેરે ચાર ભંગ પૂર્વવત્ જાણવા. |१८ चत्तारि जाणा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तसोभे, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्तसोभे, चउभंगो। ભાવાર્થ - ચાર પ્રકારના યાન અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. યુક્ત-યુક્ત શોભિત યાન, યુક્ત-યુક્ત શોભિત પુરુષ વગેરે ચાર–ચાર ભંગ પૂર્વવત્ જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યાનના દષ્ટાંતે મનુષ્યની ભિન્ન-ભિન્ન અવસ્થાઓનું નિરૂપણ કર્યું છે. યાન = વાહન, યાતાયાતના સાધન ગાડુ, રથ વગેરેને યાન કહે છે. નુત્તે ગામને (યુક્ત-યુક્ત) - બળદ જોડાયેલ હોય તે યાનને યુક્ત' કહેવાય અને બળદ તથા સામગ્રીથી યુક્ત હોય તે યાન યુક્ત-યુક્ત' કહેવાય અને બળદથી યુક્ત તથા સામગ્રીથી રહિત યાનને 'યુક્ત—અયુક્ત' કહે છે.
સમૃદ્ધિથી સંપન્ન મનુષ્ય યુક્ત કહેવાય છે અને તે મનુષ્ય સદાચાર, ઉચિત વેષભૂષાથી યુક્ત હોય તો તે યુક્તયુક્ત પુરુષ કહેવાય છે. આ રીતે ચારે ભંગ સમજી લેવા જોઈએ. સાધુની અપેક્ષાએ આ ચૌભંગીનો અર્થ :- સાધુવેષથી યુક્ત હોય અને સાધુપણાથી પણ યુક્ત હોય તો યુક્ત-યુક્ત કહેવાય. કોઈને સાધુવેશ હોય પણ સાધુપણુ ન હોય તો તે 'યુક્ત—અયુક્ત' કહેવાય, જેમ કે- જમાલી વગેરે નિતવ. દ્રવ્યલિંગ ન હોય અને ભાવલિંગ હોય તો 'અયુક્ત-યુક્ત' કહેવાય. જેમ કે