________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
एवं जाव थणियकुमाराणं । एवं पुढवि - आउ-वणस्सइकाइयाणं, वाणमंतराणं सव्वेसिं जहा असुरकुमाराणं ।
૪૨૬
ભાવાર્થ :- અસુરકુમારોમાં ચાર લેશ્યા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ લેશ્યા (૩) કાપોત લેશ્યા (૪) તેજો લેશ્યા.
તે જ રીતે સ્તનિત કુમાર સુધી દસે ભવનપતિ, પૃથ્વિકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિક જીવ અને વ્યંતર દેવ, આ સર્વને અસુરકુમારોની સમાન ચાર ચાર લેશ્યા હોય છે.
વિવેચન :
સામાન્યરૂપે લેશ્યા છ છે પરંતુ દંડક આશ્રી જુદી-જુદી લેશ્યા હોય છે. પ્રસ્તુત સૂત્રમાં ચોથા સ્થાનના કારણે ચાર લેશ્યા હોય તેવા જીવોનું કથન છે.
લેશ્યા :– જેના દ્વારા કર્મ આત્મા સાથે સંશ્લિષ્ટ થાય તેને લેશ્યા કહે છે. જે આત્મ પરિણામ કર્મ બંધમાં કારણભૂત બને છે તે આત્મ પરિણામને ભાવ લેશ્યા કહે છે અને તે ભાવ—પરિણામ અનુસાર જે પુદ્ગલો ગ્રહણ થાય તે દ્રવ્ય લેશ્યા છે.
ભવનપતિ–વાણવ્યંતરમાં અવસ્થિત દ્રવ્ય લેશ્યા ચાર છે. ભાવલેશ્યા તો તેઓમાં છ એ છ સંભવે છે. પૃથ્વી, પાણી વનસ્પતિમાં કોઈ તેજોલેશ્યાવાળા દેવ આયુષ્યપૂર્ણ કરી ઉત્પન્ન થાય તો અપર્યાપ્ત અવસ્થામાં તેજોલેશ્યા સંભવે છે, તેથી પૃથ્વી આદિમાં ચાર લેશ્યા કહી છે. આ રીતે ચૌદ દંડકમાં ચાર લેશ્યાઓ છે– કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો. શેષ દસ દંડકમાં ત્રણ કે છ લેશ્યા હોય છે.
યુક્ત-અયુક્ત યાન તથા પુરુષની ચૌભંગી :
१५ चत्तारि जाणा पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, जुत्ते णाममेगे अजुत्ते, अजुत्ते णाममेगे जुत्ते, अजुत्ते णाममेगे अजुत्ते ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जुत्ते णाममेगे जुत्ते, जुत्ते णाममेगे अजुत्ते, अजुत्ते णाममेगे जुत्ते, अजुत्ते णाममेगे अजुत्ते ।
ભાવાર્થ :- ચાર પ્રકારના યાન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ યાન બળદ યુક્ત હોય અને સામગ્રીથી પણ યુક્ત હોય (૨) કોઈ યાન બળદ યુક્ત હોય અને સામગ્રીથી અયુક્ત હોય (૩) કોઈ યાન બળદ અયુક્ત હોય અને સામગ્રીથી યુક્ત હોય (૪) કોઈ યાન બળદ અયુક્ત હોય અને સામગ્રીથી પણ અયુક્ત હોય.
તે જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે–(૧) કોઈ પુરુષ સમૃદ્ધિથી યુક્ત હોય