________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૫
ગુઠ્ઠસૂરે વાસુદેવે :- યુદ્ધમાં જે અન્યની સહાયની અપેક્ષા ન રાખે, ક્યારે ય કોઈપણ યુદ્ધમાં હારે નહીં તે યુદ્ધશૂર કહેવાય છે. કૃષ્ણવાસુદેવ વગેરે સર્વ વાસુદેવ યુદ્ધશૂર છે.
ઉપરોક્ત દષ્ટાંતો અપેક્ષા વિશેષથી આપ્યા છે. તેથી એક વિષયમાં શૂર હોય તે અન્ય વિષયમાં શૂર ન પણ હોય અને એક વિષયમાં અન્ય વ્યક્તિ પણ શૂર હોય શકે છે. જેમ કે તીર્થકર ક્ષમાશૂર છે તેમ તપશૂર પણ હોય છે. ગજસુકુમાર અને અર્જુનમાળી જેવા અણગારો પણ ક્ષમાશૂર થઈ શકે છે. ઉચ્ચ અને નિમ્ન પુરુષની ચૌભંગી :१३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उच्चे णाममेगे उच्चच्छंदे, उच्चे णाममेगे णीयच्छंदे, णीए णाममेगे उच्चच्छंदे, णीए णाममेगे णीयच्छंदे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલીક વ્યક્તિ કુળ, વૈભવથી ઉચ્ચ હોય અને વિચાર, ગુણથી પણ ઉચ્ચ હોય. (૨) કેટલીક વ્યક્તિ કુળાદિથી ઉચ્ચ હોય પણ વિચાર–ગુણથી નીચ હોય. (૩) કેટલીક વ્યક્તિ કુળાદિથી હીન હોય પણ વિચાર–ગુણથી ઉચ્ચ હોય. (૪) કેટલીક વ્યક્તિ ફળાદિથી પણ નિમ્ન હોય અને વિચાર–ગુણથી પણ નિમ્ન હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉચ્ચતા–નિમ્નતાના આધારે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. કુળ, વૈભવ, ગુણ વગેરે ઉચ્ચ-નિનના અનેક માપદંડ હોય છે.
૩ષ્ય :- સ્વાભાવિક રીતે જે માનવ ઉચ્ચ અવસ્થામાં હોય તે ઉચ્ચ પુરુષ કહેવાય છે. જેમ કે રાજા, મહારાજા, શેઠ, સેનાપતિ, અધિકારી, પદવીધર, ઋદ્ધિસંપન્ન, રૂપસંપન્ન, ઐશ્વર્યસંપન્ન આદિ. fe:- નોકર, દાસ, દાસી, સામાન્ય જન, અલ્પઋદ્ધિવાળા, રૂહીન, શરીરથી કુરૂપ, બેડોળ, અલ્પ પુણ્યવાળા, જાતિ, ગોત્રહીન વગેરે નિમ્ન પુરુષ કહેવાય છે. ૩જછ? ખીચછકે :- છંદ એટલે વિચાર, અભિપ્રાય, ભાવ,ગુણ વગેરે. ઉચ્ચ અને નિમ્ન બંને પ્રકારના વ્યક્તિ ગુણથી, વિચારથી ઉચ્ચ પણ થઈ શકે અને નિમ્ન પણ થઈ શકે છે. ઉચ્ચ અને નિમ્ન અવસ્થા પુણ્ય પાપના ઉદયે થાય છે પરંતુ ઉચ્ચ અને નિમ્ન વિચાર વ્યક્તિના જ્ઞાન, વિવેક, અભ્યાસ, સત્સંગ અને કુસંગ આધારિત છે. માટે ઉચ્ચ નિમ્ન પુરુષના ચાર વિકલ્પ ચૌભંગીમાં કહ્યા છે.
ચાર વેશ્યાના દંડક :|१४ असुरकुमाराणं चत्तारि लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा, तेउलेसा ।