________________
[ ૪૨૪]
શ્રી ઠાણાંગ સત્ર-૧
સૂત્રમાં અન્ય અપેક્ષાએ યુગ્મરાશિના ચાર પ્રકાર કહ્યા છે. (૧) વડનુને – કૃત યુગ્મ. જે રાશિમાંથી ૪-૪ ઘટાડતા અંતે શેષ ન રહે તે રાશિ. જેમ કે- ૪, ૮, ૧૨. (૨) તેઓ -ચોજ.જે રાશિમાંથી ૪-૪ ઘટાડતાં અંતે ૩ સંખ્યા શેષ રહે તેવી રાશિ.જેમકે – ૭, ૧૧, ૧૫, ૧૯. (૩) પાવરલુમ્ન - દ્વાપર યુગ્મ. જે રાશિમાંથી ૪-૪ ઘટાડતા અંતે બે સંખ્યા શેષ રહે તેવી રાશિ. જેમ કે- ૬, ૧૦, ૧૪, ૧૮. (૪) તિમો:- કલ્યો. જે રાશિમાંથી ૪-૪ ઘટાડતાં અંતે એક સંખ્યા શેષ રહે તેવી રાશિ.જેમ કે– ૫, ૯, ૧૩, ૧૭.
નરકાદિ સર્વ દંડકમાં ચારે રાશિ સંભવિત છે. જન્મ-મરણની સંખ્યાની અપેક્ષાએ નારકી વગેરે જીવોમાં ચૂનાધિકતા સંભવે છે. તેથી કોઈ સમયે યુગ્મ રાશિ હોય, તો કોઈ સમયે દ્વાપર, કોઈ સમયે ચોજ, તો કોઈ સમયે કલ્યોજ રાશિ હોય.
દષ્ટાંત સહિત શૂરવીરતાના ચાર પ્રકાર :१२ चत्तारि सूरा पण्णत्ता, तं जहा- खंतिसूरे, तवसूरे, दाणसूरे, जुद्धसूरे । खंतिसूरा अरहंता, तवसूरा अणगारा, दाणसूरे वेसमणे, जुद्धसूरे वासुदेवे । ભાવાર્થ :- શૂર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) ક્ષમાશૂર (૨) તપશૂર (૩) દાનશૂર (૪) યુદ્ધશૂર. ક્ષમાશૂર અરિહંત છે, ભગવંત, તપશૂર અણગારો છે, દાનશૂર વૈશ્રમણ-કુબેર છે અને યુદ્ધશૂર વાસુદેવ છે. વિવેચન :
તિસૂરી રિહતા – મરણાંત ઉપસર્ગ આપનાર પ્રત્યે પણ ક્ષમા રાખી શકે, વિવશતાવશ નહીં પણ પ્રતિકાર કરવામાં સમર્થ હોવા છતાં જે વ્યક્તિ ક્ષમા, શાંતિ રાખે, તે ક્રોધ નિરપેક્ષ ક્ષમાવાન ક્ષમામાં શૂર કહેવાય છે. અરિહંત પરમાત્મા ક્ષમાશુર હોય છે. તેવસૂરી અપIIST :- ક્રોધ રહિત, આત્મ સંયમ પૂર્વક, જ્ઞાન અને સમજ પૂર્વક તપ કરનાર તપશૂર કહેવાય છે. ધન્ના જેવા અણગારો તપશૂરા હોય છે. રાખજૂરે વસમો – વૈશ્રમણ-કુબેર તીર્થંકર પરમાત્માના જન્મ સમયે અને દીક્ષા સમયે તેના ભંડાર ભરે તથા પારણાદિ સમયે રત્નોની વૃષ્ટિ કરે છે. તેથી તેઓને દાનમાં શૂર કહ્યા છે.