________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૩
૪૨૩
કર્યો પરંતુ વિવેકી પ્રધાને અનુચરો પાસે ગુંદાના ઠળીયા કઢાવી, થાળ ભરી હાજર કરાવ્યો. અંધ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ બ્રાહ્મણોની આંખો માની તેની આંખોને મસળવા લાગ્યા. તીવ્ર પાપનો અનુબંધ કરી સાતમી નરકે ગયા. પ્રથમાવસ્થામાં તેનો અભ્યદય અને પશ્ચાત્ અવસ્થામાં તેનું પતન હોવાથી સૂત્રમાં ઉદિતઅમિત રૂપે તેનું કથન છે.
અસ્થતિયો :- પૂર્વ સંચિત પાપના ઉદયે હીનકુળમાં જન્મ પણ સાધના દ્વારા સુગતિ પામે તો તે 'અસ્તમિત–ઉદિત' કહેવાય. હરિકેશબલ ચાંડાલકુળમાં જન્મ્યા, અશુભકર્મોના ઉદયે બેડોળ, કદરૂપું શરીર હતું પરંતુ સંત સમાગમ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, મોક્ષગતિને પામ્યા. સંયમ તપની ઉત્કૃષ્ટ આરાધનાથી ઉત્થાન તરફ પ્રયાણ થયું. તેથી તેઓનું જીવન અસ્તમિત–ઉદિતના દૃષ્ટાંત રૂપ છે. અલ્પેનિયસ્થતિ :- પૂર્વ સંચિત પાપના ઉદયે અભ્યદય વિહીન, હીનકુળાદિ પામે અને અધાર્મિક, અધર્માનુરાગી, અધર્મ આચરણથી પાપમાં જ રચ્યા-પચ્યા રહી, નરકાદિ દુર્ગતિને પામે, તે અસ્તમિતઅસમિત કહેવાય. કાલસૌરિક કસાઈ હીનકુળમાં જન્મ્યો. તે દયાહીન, નિઃશીલ, સૂવરના શિકારનો શોખીન, પ્રતિદિન ૫00 પાડાનો વધ કરનાર તે પહેલાં પણ અસ્તમિત હતો અને પછી પણ અસ્તમિત રહ્યો. કસાઈનો ભવ પૂર્ણ કરી, સાતમી નરકમાં ઉત્પન્ન થયો.
ચોવીસ દંડકમાં ચાર યુગ્મ રાશિ :१० चत्तारि जुम्मा पण्णत्ता, तं जहा- कडजुम्मे, तेओगे, दावरजुम्मे, कलिओए। ભાવાર્થ :- યુગ્મ (રાશિ–વિશેષ) ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કૃતયુગ્મ રાશિ(૪, ૮ આદિ). (૨) સ્ત્રોજ રાશિ(૭, ૧૧ આદિ). (૩) દ્વાપર યુગ્મ રાશિ(૬૧૦ આદિ). (૪) કલ્યોજ રાશિ(૫, ૯ આદિ). ११ णेरइयाणं चत्तारि जुम्मा पण्णत्ता, तं जहा- कडजुम्मे, तेओगे, दावरजुम्मे, कलिओए । एवं असुरकुमाराणं जाव वेमाणियाण सव्वेसिं जहा णेरइयाणं । ભાવાર્થ :- નારકજીવ ચાર પ્રકારના યુગ્મવાળા(રાશિવાળા)કહ્યા છે, તે આ પ્રમાણે છે– ૧) કૃતયુગ્મ (૨) વ્યોજ (૩) દ્વાપરયુગ્મ (૪) કલ્યોજ. તે જ રીતે અસુરકુમારથી વૈમાનિક પર્યત સર્વમાં નારીની જેમ ચાર યુગ્મ છે.
વિવેચન :
સામાન્યતયા રાશિના બે ભેદ છે– (૧) યુગ્મરાશિ (૨) ઓજ રાશિ. યથા–પિતપરિભાષા સમરશિક્મમુખ્ય વિષમતુ રોગ પ્રતિ – સ્થાનાંગવૃત્તિ. ગણિતની પરિભાષામાં સમરાશિને (૨-૪-૬ આદિને)યુગ્મ રાશિ કહે છે અને વિષમરાશિને (૧–૩–૫ આદિને)ઓજરાશિ કહે છે. પ્રસ્તુત