________________
૪રર |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
પૌષધ (૪) આજીવન અનશન રૂપ ચાર પ્રકારના વિશ્રામ સ્થાન છે, તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ઉદિત-અસ્તમિત સાધનાની ચૌભંગી :| ९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उदियोदिए णाममेगे, उदियत्थमिए णाममेगे, अत्थमियोदिए णाममेगे, अत्थमियत्थमिए णाममेगे ।
भरहे राया चाउरंतचक्कवट्टी णं उदियोदिए, बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी उदियत्थमिए, हरिएसबले णं अणगारे अत्थमियोदिए, काले णं सोयरिये अत्थमियत्थ- मिए ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પ્રારંભમાં ઉદિત(ઉન્નત) હોય છે અને અંત સુધી ઉન્નત રહે છે. જેમ કે ચાતુરન્ત ચક્રવર્તી ભરત રાજા. (૨) કોઈ પુરુષ પ્રારંભમાં ઉન્નત હોય પરંતુ અંતમાં અસ્તમિત થાય છે. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી. (૩) કોઈ પુરુષ પ્રારંભમાં ઉન્નત ન હોય પરંતુ પછી ઉન્નત થઈ જાય. જેમ કે હરિકેશબલ અણગાર. (૪) કોઈ પુરુષ પ્રારંભમાં પણ ઉન્નત ન હોય અને પછી પણ ઉન્નત ન થાય. જેમ કે કાલ સૌકરિક કસાઈ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચૌભંગી દ્વારા પૂર્વભવના પુણ્ય-પાપથી પ્રાપ્ત અને વર્તમાનના પુરુષાર્થથી થતાં ઉન્નત અવનત જીવનનું આબેહુબ ચિત્ર અંકિત કર્યું છે. પ્રાણીને જન્મ-જન્માંતરથી સંચિત પુણ્ય અને ધર્મ સાધનાના બળે, ઉત્તમકુળમાં જન્મ, જન્મથી જ ઐશ્વર્ય, યશ, બળ આદિ અભ્યદય પ્રાપ્ત થાય અને પાપકર્મના ઉદયે પ્રાણી દીન હીન કુળમાં ઉત્તમ સામગ્રીથી રહિતપણે જન્મ ધારણ કરે છે. બંને પ્રકારના પ્રાણી પોતાના પુરુષાર્થથી વર્તમાન ભવને ઉન્નત કે અવનત બનાવી શકે છે. મનુષ્યભવ પૂર્ણ કરી જે મોક્ષને પ્રાપ્ત કરે, તેને ઉદિત અવસ્થા કહે છે. જિયોના:- ભરત ચક્રવર્તીનો ઉત્તમકુળમાં જન્મ, છ ખંડનું ઐશ્વર્ય વગેરે પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થયા તેથી ઉદિત હતા અને મોક્ષ પ્રાપ્તિના કારણે અંતમાં પણ ઉદિત જ રહ્યા. ૩રિયસ્થતિ:- બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વપુણ્ય સંચયથી ચક્રવર્તી પદ, છ ખંડનું ઐશ્વર્ય પામ્યા, ૬૪,000 રાણીઓના સ્વામી થયા. ચક્રવર્તીનો આહાર સામાન્ય મનુષ્ય પચાવી ન શકે. એક બ્રાહ્મણે પૂર્વ ઉપકારના બદલામાં ચક્રવર્તીના ભોજનની માંગણી કરી. ઈચ્છા ન હોવા છતાં વચન બદ્ધ બ્રહ્મદત્તે પોતાનો આહાર બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણ કુટુંબે તે આહાર કર્યો અને કુટુંબના સર્વ સભ્યો કામોન્મત્ત બની, વિવેક ચૂકી પરસ્પર કામભોગમાં રત બન્યા. આહારની અસર ઓસરી, વાસ્તવિકતાનું ભાન થયું ત્યારે બ્રહ્મદત્ત પર ક્રોધિત થયા અને તક મળતાં ગોવાળ કિશોર પાસે ગૌફણથી પત્થર ફેંકાવી, બ્રહ્મદત્તની આંખ ફોડી નંખાવી. બ્રહ્મદત્ત ક્રોધને આધીન બની ગયા. તેણે બ્રાહ્મણોની આંખો કઢાવી પોતાની પાસે હાજર કરવાનો હુકમ