________________
સ્થાન–૪: ઉદ્દેશક-૩
૪૨૧
एवामेव समणोवासगस्स चत्तारि आसासा पण्णत्ता, तं जहा- जत्थवि ૫ ૫ સીલય-મુળય-વેમાં-પન્વવાળ-पोसहोववासाइं पडिवज्जइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥१॥
जत्थवि य णं सामाइयं देसावगासियं सम्ममणुपालेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥२॥
जत्थवि य णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥३॥
जत्थवि य णं अपच्छिम - मारणंतिय संलेहणा झूसणा झूसिए भत्तपाण पडियाइक्खिए पाओवगए कालमणवकंखमाणे विहरइ, तत्थ वि य से एगे આલાલે પળત્તે ॥૪॥
ભાવાર્થ :- ભાર વહન કરનારા પુરુષ માટે ચાર વિસામા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જ્યાં પોતાના ભારને એક ખંભાથી બીજા ખંભા ઉપર રાખે, તે પહેલો વિસામો. (૨) જ્યાં પોતાનો ભાર ભૂમિ ઉપર મૂકી મલ–મૂત્ર વિસર્જન કરવા જાય, તે બીજો વિસામો. (૩) જ્યાં તે નાગકુમાર કે સુવર્ણ કુમારના આવાસ રૂપ દેવસ્થાનમાં રાત્રિવાસ કરે, તે ત્રીજો વિસામો. (૪) જ્યાં તે ભારથી મુક્ત થઈ સદાને માટે નિવાસ કરે, તે ચોથો વિસામો.
તે જ રીતે શ્રમણોપાસકના ચાર વિસામા કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જ્યારે તે શીલવ્રત, ગુણવ્રત, પાપવિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રૂપ કોઈપણ વ્રત નિયમ ગ્રહણ કરે તે પહેલો વિસામો. (૨) જ્યારે તે સામાયિક અને દેશાવગાસિક વ્રત, ચૌદ નિયમ ધારણનું સમ્યક્ પ્રકારે પરિપાલન કરે, તે બીજો વિસામો. (૩) જ્યારે તે આઠમ, ચૌદશ, અમાસ, પૂનમ આદિ પર્વતિથિએ પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યક્ પ્રકારે પરિપાલન કરે, તે ત્રીજો વિસામો. (૪) જ્યારે તે જીવનના અંતે, મરણકાળે સંલેખના તપની આરાધના કરી, ભક્ત પાનનો પરિત્યાગ કરી, પાદોપગમન સંથારો કરે, મૃત્યુની ઈચ્છા વિના વિચરે, તે ચોથો વિસામો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના વિશ્રાંતિ સ્થાનને ભારવાહકના દષ્ટાંતે રજૂ કર્યા છે. શ્રમણોની ઉપાસના– શુશ્રૂષા કરનાર શ્રાવક શ્રમણોપાસક કહેવાય છે. ભારવહન કરનાર વ્યક્તિ ભારથી, વજન ઉપાડવાથી
શ્રમિત થાય છે. નિશ્ચિત સ્થાને પહોંચે તે પહેલાં વચ્ચે–વચ્ચે તે વિસામા લે છે.
શ્રમણોપાસક પણ સાવધ–પાપકારી પ્રવૃત્તિઓથી આક્રાંત હોય છે. આ પાપકારી વ્યાપારનો પરિત્યાગ તે જ તેના વિશ્રામ સ્થાન તુલ્ય છે. જેમાં (૧) વ્રત નિયમ (૨) સામાયિક, ચૌદ નિયમ (૩)