________________
૪૨૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
દષ્ટાંતે કર્યું છે અને વૃક્ષોના પાન,પુષ્પ, ફળ અને છાયાના આધારે ચાર વિભાગ પાડ્યા છે. વારિ હર :- (૧) પ્રાયઃ પ્રત્યેક વૃક્ષ પાનવાળા હોય છે પરંતુ કેટલાક વૃક્ષના પાન વધુ ઉપયોગી હોય છે, જેમ કે ખાખરાના પાન. (૨) કેટલાક વૃક્ષના ફૂલ ઉપયોગી હોય, છે જેમ કે ગુલાબ. (૩) કેટલાક વૃક્ષના ફળ ઉપયોગી હોય છે, જેમ કે આંબો. (૪) કેટલાક વૃક્ષની છાયા ઉપયોગી હોય છે, જેમ કે વડ, પીપળો. રારિ પુરસગાથા:- (૧) જેઓ સ્વયં સંપન્ન હોય પણ બીજાને ખાસ કાંઈ ન આપે પરંતુ પીડિત અન્ય વ્યક્તિને માત્ર વચનથી સાંત્વના આપે તે પત્રયુક્ત વૃક્ષ જેવા છે (૨) ફૂલ પોતાની સુગંધ બીજાને આપે, તેમ કેટલીક વ્યક્તિ કષ્ટ નિવારણના ઉપાય માત્ર બતાવે તે ફૂલયુક્ત વૃક્ષ જેવા છે (૩) જેઓ જરૂરીયાત વાળી વ્યક્તિને ધન-ધાન્યાદિ આપી ઉપકાર કરે, તે ફળવાળા વૃક્ષ જેવા છે (૪) અન્યને આશ્રય આપી, સર્વ રીતે રક્ષણ કરે તે છાયાદાર વૃક્ષ જેવા છે. લોકોત્તર પુરુષોની અપેક્ષાએ આ ચૌભંગીનો અર્થ:(૧) કોઈ શ્રમણ(ગુરુ)પાનવાળા વૃક્ષ સમાન છે, તે પોતાની શ્રુત-સંપદા પોતા સુધી જ સીમિત રાખે અન્યને કેવળ પોતાના ધર્મ, સ્વભાવ અને ધર્મવ્યવહાર જેટલો સીમિત લાભ આપે, અન્ય કોઈ ઉપકાર કરે નહીં (૨) કોઈ ગુરુ ફૂલવાળા વૃક્ષ સમાન છે, તે શિષ્યોને સૂત્ર પાઠની વાચના આપે છે (૩) કોઈ ગુરુ ફળવાળા વૃક્ષ સમાન છે, તે શિષ્યોને સૂત્ર અને અર્થની વાચના આપે છે (૪) કોઈ ગુરુ છાયાવાળા વૃક્ષ સમાન છે, તે શિષ્યોને સુત્રાર્થનું પરાવર્તન અને અપાય સંરક્ષણ આદિ દ્વારા નિરંતર આશ્રય આપે છે, દુઃખોથી બચાવે છે, સમ્યક સાધનામાં અગ્રસર કરે છે.
પોતાની મર્યાદામાં રહીને બીજાનું કલ્યાણ કરવું તે જ વાસ્તવમાં કલ્યાણ કે પરોપકાર કહેવાય. સર્વ પ્રકારના ઉપકારનો સમાવેશ દાન અને સેવામાં થઈ જાય છે. નિઃસ્વાર્થ અને શુભ ઉદ્દેશ્યથી શિક્ષા દેવી, ઉપદેશ આપવો, વિધા આપવી, સદ્વિચાર આપવા, સમય આપવો, ઔષધ, વસ્ત્ર, અન્ન આદિ આપવા, તે દાન છે. તન, મન, ધનથી કોઈને શાતા અને શાંતિ ઉપજાવવી તે સેવા છે. પરોપકાર કરવાથી સુખ, કીર્તિ, બળ, આરોગ્ય, ઐશ્વર્ય, વિજય આદિ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે અને આખરે પરમપદની પ્રાપ્તિ થાય છે. ભારવાહક અને શ્રમણોપાસકના ચાર વિશ્રામ :| ८ भारण्णं वहमाणस्स चत्तारि आसासा पण्णत्ता, तं जहा- जत्थ णं अंसाओ अंसं साहरइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥१॥ जत्थवि य णं उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥२॥ जत्थवि य णं णागकुमारावाससि वा सुवण्णकुमारावाससि वा वासं उवेइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥३॥ जत्थवि य णं आवकहाए चिट्ठइ, तत्थवि य से एगे आसासे पण्णत्ते ॥४॥