________________
SC
સ્થાન -૩માં ત્રણ ત્રણ પ્રકારે જીવના ઉત્પત્તિસ્થાનરૂપ યોનિનું નિરૂપણ છે. તેનું સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રના આધારે કર્યું છે.
એમ શ્રધ્ધાસિંધુ પૂ. તપસ્વી ગુરુદેવની અસીમ કૃપાએ, આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. ના સથવારે, પૂ.ગુરુણીદેવાના પવિત્ર સાંનિધ્યે શાસ્ત્રસંપાદનના પાવન કાર્યમાં અમે સખળતા પામી રહ્યા છીએ.
સંપાદનકાર્યમાં સ્વાધ્યાયની તલ્લીનતાની અનુભૂતિ થતાં, તેમાં જ સૂત્રોના રહસ્યોને સમજતાં અનેરો આનંદ આવે છે અને ત્યારે અંતરમન સ્વીકાર કરે છે કે ખરેખર ! ગુરુભગવંતોએ આપણને આ શ્રુતસેવાના અનુપમ કાર્યમાં જાડીને, આપણી સુષુપ્ત શક્તિને જાગૃત કરી છે. એટલું જ નહીં પણ ગુરુ ભગવંતો સ્વયં આપણા માધ્યમથી આ સંપાદન કરાવી રહ્યા છે, તેથી શાસ્ત્રના પ્રકાશિત ભાવો ગુરુ ભગવંતોના છે અને તેમાં જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તે અમારી અલ્પજ્ઞતા છે.
અંતે તીર્થંકર પરમાત્મા અને ઉપકારી ભગવંતો પ્રતિ કૃતજ્ઞતાના ભાવ સાથે અહોભાવપૂર્વક વંદન કરી વિરામ પામીએ છીએ.
શાસ્ત્રસંપાદનમાં છદ્મસ્થતાને વશ થઈને સર્વજ્ઞના ભાવોથી વિપરીત પ્રરૂપણા હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ. સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ!સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ રહ્યું પૂ.મુકત - લીલમ ગુણીશ્રી! શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ- વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.