________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
જૈનદર્શનના પ્રત્યેક સિદ્ધાંતો અનેકાંતવાદને આધારિત છે. ઠાણાંગસૂત્રમાં અનેકાનેક કથનો સાપેક્ષ છે. પરસ્પર વિરોધ પ્રતીત થતાં સાપેક્ષ કથનોનો જે સમન્વય કરી શકે છે, તે જ વ્યક્તિ વિકલ્પોની જાળથી મુક્ત બની સમભાવને પામી શકે છે.
સ્થવિર, ગીતાર્થ મુમિઓ જ શ્રી ઠાણાંગ સૂત્રના અત્યંત સંક્ષિપ્ત સૂત્રોને સમજાવીને તેના રહસ્યોને પ્રગટ કરી શકે છે. તેથી જ ઠાણાંગસૂત્ર અને સમવાયાંગસૂત્રના જ્ઞાતા મુનિને સથિવિર કહે છે.
ઠાણાંગસૂત્રનું પ્રથમ સૂત્ર માયા | આત્મા એક છે. આ સૂત્ર પ્રમાણે જૈનદર્શન અદ્વૈતવાદી છે. બીજા સ્થાનમાં Àતનો - બે તત્ત્વનો સ્વીકાર કર્યો છે. બંને કથન પરસ્પર વિરોધિ પ્રતીત છાય છે પરંતુ નયવાદશી વિચારણા કરતા જણાય છે કે આ જગતના અનંતાનંત જીવો ચૈતન્યલક્ષણની અપેક્ષાએ એક સમાન હોવાથી એક જ છે તેમ જ જડ અને ચેતના બંને દ્રવ્યો પણ સત્ - અસ્તિત્વની અપેક્ષાએ સમાન હોવાથી અદ્વૈતવાદ પણ સત્ય છે અને જડ અને ચેતનદ્રવ્ય સ્વરૂપથી ભિન્ન હોવાથી બંને જુદા છે, તેથી દ્વૈત પણ સત્ય છે. આ પ્રકારે સમન્વય કરવો, તે સાપેક્ષવાદની દેન છે.
ઠાણાંગસૂત્રના સૂત્રો સંક્ષિપ્ત છે પરંતુ તેના ભાવો ગહન છે. તેના સંપાદન સમયે સૂત્રના ભાવોને સ્પષ્ટ કરવાનો યથાશકય પ્રયત્ન કર્યો છે.
સ્થાન - ૪માં ચાર પ્રકારના ધ્યાન અને તેના ભેદ – પ્રભેદનું કથન છે. ધ્યાનના ભેદ પ્રભેદના કથન માત્રથી પાઠકોને ધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી. આ પ્રકારના દરેક વિષયોને વવેચનમાં ટીકાગ્રંથોના આધારે સમજાવ્યા છે.