________________
પિતાશ્રી હસમુખભાઇ તથા તેમના સહયોગી રામાનુજભાઇ, જીતુભાઈ, જીજ્ઞેશભાઇ, નીતાબેન અને શાબીરભાઇ; આગમના દાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલાં, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકો, સંપાદકોને આભાર સહઅનેક સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગી શૂન્યતાના યોગે ત્રુટી રહી જવા પામી હોય, તેમજ વીતરાગ વચન વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.....
બોધિ બીજ દીક્ષા - શિક્ષા દોરે બાંધી, “મુક્ત લીલમ” તણા તારક થયા, એવા ગુણી “ઉજમ - કુલ- અંબામાત”ને વંદન કરું છું ભાવ ભર્યા. વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુન : પુન : ક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ.પૂ. સૌમ્યમૂર્તિ શ્રી અંબાબાઇ મ. સ.ના
સુશિષ્યા - આર્યા લીલમ.