________________
રૂપી ભંડ (ભાંડ ) અને તેના કારણે મેળવેલા શરીરની રક્ષાર્થે ઉપકરણ માત્ર, તે બધાં જગતના છે. તેને તેના સ્થાનમાં રાખી, હવે તમે સિદ્ધાલયમાં બિરાજિત થાઓ. જગતની વસ્તુ જગતને સોંપી અનંત સિદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાં સ્થિત થયા છે, તે સ્થાનમાં લાવવાનો સંકેત આ સૂત્ર કરે છે. તેના ભાવો વાંચી હૈયામાં સોંસરવા ઊતરી જાય તો બેડો પાર થઇ જાય છે.
આ આગમના અનુવાદિકા છે શ્રમણી વિદ્યાપીઠના હોંશિયાર વિદ્યાર્થિની, અમારા અંતેવાસી, વૈયાવચ્ચ રક્તા, ભક્તિસભર ભાવથી ભરેલા, સુવિનિત, વિદુષી સુશિષ્યા વીરમતીબાઈ મ.સ.જેમણે શ્રી સંધમાં ચાર્તુમાસ દીપાવતાં, સ્વ - પરનું કલ્યાણ કરતાં પુરુષાર્થ સહિત પ્રસ્તુત સૂત્ર અનુવાદિત કર્યુ છે. તે સૂત્રના અનુવાદનું અવગાહન કરતાં હું આનંદ અનુભવું છું અને આ આર્યાજીને અનેકશ ધન્યવાદ આપું છું. તેમજ શુભેચ્છા પાઠવું છું કે તમો આત્માના અજર – અમર, fસવ, માત્ર, મય સ્થાનને પ્રાપ્ત કરો, સ્વમાં સ્થિત બનો. વીર માર્ગના સાચા ઉપાસિકા બની તમારું નામ સાર્થક કરો તેવી મંગલ કામના કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાઈના ભાવભરી અલંકૃત કરનાર આગમમનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી નતમસ્તકે શતકોટિ વંદના તથા સહ સંપાદિકા પરમ પુરુષાર્થી ડૉ. સાધ્વી આરતીજી એવં સાધ્વી સુબોધિકાજીને અનેકશઃ સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઇ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલાં પ્રકાશન સમિતિના માનદ સભ્યશ્રી ભામાશા શ્રીયુત રમણિક ભાઇ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દ્રઢ સંકલ્પી તપસ્વિની વિજ્યાબેનના તથા ભક્તિસભર શ્રી માણેકચંદ ભાઇ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંધના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ તેમના
-
40 ,