________________
તેની અનેક ચૌભંગી આત્માના અધ્યવસાય પ્રમાણે ગોઠવાઇ ગઇ. જેટલા પ્રમાણમાં કષાયનો રસ હોય તેટલાં પ્રમાણવાળી જીવોની પ્રકૃતિ બંધાઇ જાય છે. તે પ્રકૃત્તિના ઉદય પ્રમાણે જીવ સુખી દુઃખી થાય છે અને વ્યક્તિ નારકીથી માંડી અનુત્તર વિમાન સુધી જે જેના સ્થાને છે ત્યાં અજીવના સંપર્કે જીવ પરિભ્રમણ કરે છે. આવા દરેક ક્ષણભંગુર સ્થાનને પોતાના માની જીવ અસ્થાને સ્થાન ગોઠવતો ફરે છે. તે વાતો વિવેક પૂર્વક ચોથા સ્થાનની વાંચીને વાગોળશો.
સારાંશઃ
આવી વાતો એકથી લઇને દસ સ્થાન સુધી કરવામાં આવી છે, પરંતુ આ પ્રસ્તુત સૂત્ર ભાગ – ૧ ચાર સ્થાનનાં અનુવાદ રૂપે પ્રગટ થતાં મારી વાત અહીં જ થંભાવું છું.
આ ઠાણાંગ સૂત્રનો મર્મ એજ છે કે હે જીવરાજ ! તમે અસ્થાનેથી સ્થાનમાં પધારો, મહેલમાં પધારો મહારાજા ! તમારું સ્થાન સિદ્ધાલય છે, તે અંગુલીનિર્દેશ કરે છે કે તમે એક છો ને એક જ રહો.
બીજું સ્થાન કહે છે – રાગદ્વેષના બંધન છોડી તમે વીતરાગ બનો.
ત્રીજું સ્થાન કહે છે – સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર્યનું એકીકરણ કરી, મોક્ષ માર્ગમાં સ્થિત થાઓ.
-
ચોથું સ્થાન એ જ બતાવે છે કે તમારા ચૈતન્ય રૂપ અનંત જ્ઞાનપ્રાણ, અનંત દર્શનપ્રાણ, અનંત સુખપ્રાણ, અનંત શક્તિપ્રાણના તમે ધ્યાતા છો, વિધાતા છો, તેમાં સ્થિત થઇ જાઓ.
આ રીતે ચારે સ્થાનને દર્શાવતું ઠાણાંગ સૂત્ર જાણે કે ચોથી સમિતિ રજૂ કરે છે. જે વસ્તુ જ્યાંથી લીધી છે તે વસ્તુ ત્યાં જ મૂકી દો. આદાન = લેવું, ભંડ અને ઉપકરણ. તમે આદાન ગ્રહણ કર્યા છે તેને છોડી દો, છોડવામાં પહેલું મેળવેલું શરીર
39