________________
આત્માના પ્રદેશમાં સ્થાન જમાવી દે છે. તે સ્થાન પુલ પરમાણુથી રચાયેલા કર્મનું છે પરંતુ જીવ તેને પોતાનું સ્થાન માને છે.
સ્થાન બીજું
જોકે તે સામ્રગી જેમ છે તેમ રહે અને જીવરામ જો તેમાં લેપાય નહીં તો બિચારા અજીવ પુદ્ગલ કંઇ જ કરી શકતાં નથી. આ તો પરને પોતાનું માની, ચેતનના આંગણામાં જ્યારે સ્થાન આપ્યું ત્યારે બે પગું પ્રાપ્ત થયું ને હું અને તું બની જાય છે. તેથી બીજા સ્થાનમાં એકમાં છુપાયેલા બે - બે યુગલનું જાણપણું કરાવ્યું છે. તેમાં પણ સીધો સંપર્ક, જીવનો સંબંધ વિરોધી અજીવ સાથે દર્શાવ્યો છે. જીવ હોવા છતાં અજીવનો અંચળો ઓઢે છે. એટલે જીવ સંતાય ગયો અને અજીવ દ્રશ્યમાન થયો. અજીવના આધારે જીવ ઓળખવા લાગ્યો. માટે નીવાવેવ નીવાવ થી લઈને બે પણું તેનું ચાલું થઇ ગયું તેથી તે સ્થાવર - ત્રણ તરીકે ઓળખાતો ઓળખાતો અળખામણો બની, રાગદ્વેષના બંધનથી બંધાઇ, સ્થાન ભષ્ટ બની, અસ્થાને ભટકતો થઇ ગયો. ચાર ઉદ્દેશકોમાં ખૂબ વિસ્તાર પૂર્વક બે પણાનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું તમે જ અવગાહન કરશો.
સ્થાન ત્રીજું
ત્રીજા સ્થાને જીવ ત્રણ યોગના તરજૂમા ઊભા કરી ત્રાજવામાં તોળાવા લાગ્યો. હું, તું અને તે; આવા ત્રણ સ્થાન ઊભા કર્યા. નામ ઇન્દ્ર, સ્થાપના ઇન્દ્ર અને દ્રવ્યેન્દ્ર, કર્મના ઉદયે ઇન્દ્ર બન્યો. આત્મા કાયમ રહ્યો છતાં ઇન્દ્રિય ધારણ કરી, અજીવના રવાડે ચઢી ઇન્દ્રરૂપે થયો. તેનું વર્ણન ત્રણ – ત્રણ બોલમાં અનુપમ છટાથી ભગવાને દર્શાવ્યું છે. જીવનું બહુલપણું વધતું ચાલ્યું.
સ્થાન ચોથુંઃ ચોથા સ્થાનમાં તે એક આત્મા જ ચારના રૂપમાં પ્રગટ થતો દેખાવા લાગ્યો.
T
38