________________
મજાનું તારું સ્વરૂપ એક છે! કોઈનો ક્યારેય તેમાં હસ્તક્ષેપ થઈ શકતો નથી, થશે નહીં, થઇ રહ્યો પણ નથી, તેથી તારું બીજું નામ છે જીવાસ્તિકાયદ્રવ્ય.
દ્રવે તેનું નામ દ્રવ્ય. દ્રવ્યના આધારે (સ્થાનમાં અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત પ્રદેશને ધારણ કરનારો અસંખ્યાત પ્રદેશી આત્મા જીવ દ્રવ્યના રૂપે એક છે. છતાં પણ અસંખ્યાત પ્રદેશ છે. તેના તેના એક એક પ્રદેશે અનંત ગુણોનો વાસ છે. દરેકે દરેક ગુણ સ્વતંત્ર એક છે. તે ગુણોને ધારણ કરનાર ગુણી આત્મા ગુણરૂપે અનંતગુણોવાળો હોવા છતાં બધાંય ગુણો તેનામાં સમાઈ જાય છે માટે પણ તે એક છે. એવી રીતે ગુણોમાંથી એક એક પર્યાય પ્રગટ થાય છે, તે પણ એક - એક ગુણની અનંતપર્યાય (અવસ્થા) હોવા છતાં તે સઘળી પર્યાય એક – એક છે. તે ગણતરીમાં અનંતી થાય છે. છતાં બધી જેવદ્રવ્ય અને ગુણમાં સમાય છે, તેથી પર્યાયીરૂપે તું એક છો.
આત્માના સ્વભાવથી આઉટ થઇને, અનાદિકાળથી સંસારી બની, શરીરના દ્રવ્યપ્રાણ લોકમાંથી ઉધાર લઈને પુલ પરમાણુંના પિંડ બનાવી, સંસારીના નામથી ઓળખાઇ રહ્યો છે. તે બધાં જીવોને જીવ, પ્રાણી, સત્ત્વ, ભૂતના નામથી વિભાજન કરી ઓળખાય છે. આ રીતે આત્મા એક છે.
તે આત્માએ કર્મ બાંધ્યા તેથી દંડ ભોગવવા પડે છે. તે પણ દંડ નામથી એક છે. દંડ ભોગવનાર ક્રિયા કરે છે. તે કર્મ બાંધવાની ક્રિયા એક છે. એમ ૫૭ (સત્તાવન) માર્મિક વાતો સૂત્રકારે ઠાણાંગ સૂત્રના પહેલાં સ્થાનમાં ભૂમિકા રૂપે કરી છે અને કહી છે. લોકમાં બધી સામગ્રી અજીવના રૂપમાં છે. તેમાં ય રૂપી પુલાસ્તિકાયની વિભાવ ભાવરૂપે પરમાણુ પરમાણુ સંયોગ સંબંધે ગોઠવાઇ,
સ્કંધરૂપે બની, સ્થાને સ્થાને સંસારી જીવને કર્મના બંધન કરાવે તેવી કાર્મણવર્ગણા યોગ્ય સામ્રગી પડી છે અને આત્મા પોતાનો સ્વભાવ છોડીને તે સામગ્રીને નિમંત્રણ આપે છે ત્યારે તે સન્માનપૂર્વક આવી, અનંત સુખના ભંડાર એવા
37