________________
અનુવાદિકાની કલમે
-
- પરમ વિદુષી સાધ્વી શ્રી વીરમતીબાઈ મ.
1
જૈન આગમો ચાર વિભાગમાં વિભક્ત છે - અંગ, ઉપાંગ, મૂળ અને છેદ. આ વર્ગીકરણનો ઉલ્લેખ વિ. સં. ૧૩-૧૪ મી શતાબ્દી અર્થાત્ વીર નિર્વાણની વીસમી શતાબ્દીના સાહિત્યમાં જોવા મળે છે.
નંદીસૂત્રમાં આગમના બે પ્રકારે વર્ગીકરણ છે. પ્રથમ વર્ગીકરણમાં બે ભેદ છે – (૧) ગમિકશ્રુત-દષ્ટિવાદ (૨) અગમિકશ્રુત-કાલિકશ્રુત આચારાંગાદિ. બીજા વર્ગીકરણમાં પણ બે ભેદ છે - (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગબાહ્ય. અંગપ્રવિષ્ટમાં બાર અંગનો સમાવેશ થાય છે. તેને દ્વાદશાંગી કહેવાય છે. અંગબાહ્યમાં ગણધર સિવાયના પૂર્વધારી શ્રમણો દ્વારા રચિત ઉપાંગ, મૂલ, છેદ વગેરે શાસ્ત્રોનો સમાવેશ થાય છે.
આ સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્ર દ્વાદશાંગીનું ત્રીજું અંગ શાસ્ત્ર છે. દ્વાદશાંગીની રચના ગણધર કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ગણધર દ્વારા જે શાસ્ત્રોની રચના કરવામાં આવે તે ‘અંગ’ સંજ્ઞાથી ઓળખાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ ‘અંગ’ સુધર્માસ્વામીની વાચનાના કહેવાય છે. સુધર્માસ્વામી ભગવાન મહાવીરના શિષ્ય, પાંચમા ગણધર હતા. તેઓ ભગવાનના સમકાલીન હતા, તેથી આ આગમનો રચનાકાળ વિ. સં. પૂર્વેની છઠ્ઠી શતાબ્દી છે અને લેખન, સંકલનની દૃષ્ટિએ તેનો સમય વિ.સં. ચોથી શતાબ્દી કહેવાય.
આગમ સંકલન - લેખન :
વિ. સં. પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં અંગસૂત્રોની રચનાથી લઈ વિ.સં. ની ચોથી શતાબ્દી સુધીના ૧૦૦૦ વર્ષના સમય દરમ્યાન આગમ લખવાની પરંપરા ન હતી. તે સમયે આગમોને સ્મૃતિના આધારે, ગુરુ પરંપરાથી સુરક્ષિત રાખવામાં આવતા હતા.
પ્રાચીન ભારતમાં લખવાની પરંપરા આદિકાળથી હતી, તેવા ઉલ્લેખો પ્રાપ્ત
44