________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૩
[ ૪૧૭ ]
પણ મનોહર ન હોય, જેમ કે કાગડો. તે જ રીતે પુરુષો ચાર પ્રકારના છે. કોઈનો દેખાવ સુંદર પણ વાણીમાં મીઠાશ ન હોય વગેરે ચૌભંગી સમજવી.
રૂપ અને સૌંદર્ય એ પૂર્વ જન્મના પુણ્યનું ફળ છે. સુસ્વરતાની પ્રાપ્તિ પણ પૂર્વ પુણ્યાધીન છે પરંતુ મધુરતા, વાણીની મીઠાશ તે મનુષ્ય માટે પ્રયત્ન સાધ્ય ગુણ છે. લોકોત્તર પુરુષ પર ઘટિત ચૌભંગી - વૃત્તિકારે લોકોત્તરિક એવા સાધુની અપેક્ષાએ આ ચૌભંગી ઘટિત કરતાં, રુતનો(સ્વરનો) અર્થ જિન પ્રણીત ધર્મ દેશના કર્યો છે અને રૂપ શબ્દથી કેશલોચ, તપથી કુશ શરીર, અલ્પ ઉપકરણ વગેરે સાધ્વોચિત રૂપનું ગ્રહણ કર્યું છે. પ્રીતિકર-અપ્રીતિકર પુરુષની ચૌભંગીઓ :| ३ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पत्तियं करेमीतेगे पत्तियं करेइ, पत्तियं करेमीतेगे अपत्तियं करेइ, अपत्तियं करेमीतेगे पत्तियं करेइ, अपत्तिय करेमीतेगे अपत्तियं करेइ । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ "હું અમુક વ્યક્તિ સાથે પ્રીત કરું" એવું વિચારી પ્રીતિ (પ્રિયવ્યવહાર) કરે. (૨) કોઈ પુરુષ હું અમુક વ્યક્તિ સાથે પ્રીતિ કરું' એવું વિચારી અપ્રીતિ(અપ્રિય વ્યવહાર) કરે. (૩) કોઈ પુરુષ હું અમુક વ્યક્તિ સાથે અપ્રીતિ કરું' એવું વિચારી પ્રીતિ કરે. (૪) કોઈ પુરુષ 'હું અમુક વ્યક્તિ સાથે અપ્રીતિ કરું' એમ વિચારી અપ્રીતિ કરે.
४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे पत्तियं करेइ णो परस्स, परस्स णाममेगे पत्तियं करेइ णो अप्पणो, एगे अप्पणो वि पत्तियं करेइ परस्स वि, एगे णो अप्पणो पत्तियं करेइ णो परस्स । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આત્મ પ્રીતિકર, ન પર પ્રીતિકરકોઈ પુરુષ સ્ત્ર પ્રત્યે પ્રીતિ (પ્રિય વ્યવહાર)રાખે પરંતુ પર પ્રત્યે પ્રીતિ (પ્રિય વ્યવહાર) ન રાખે. (૨) પર પ્રીતિકર, ન આત્મ પ્રીતિકર- કોઈ પુરુષ પર પ્રત્યે પ્રીતિ રાખે પરંતુ સ્વ પ્રત્યે પ્રીતિ ન રાખે. (૩) આત્મ પ્રીતિકર અને પર પ્રીતિકર- કોઈ પુરુષ સ્વ પ્રત્યે પ્રીતિ રાખે અને પર પ્રત્યે પણ પ્રીતિ રાખે. (૪) ન આત્મ પ્રીતિકર ન પર પ્રીતિકર- કોઈ પુરુષ ન સ્વ પ્રત્યે પ્રીતિ રાખે અને ન પર પ્રત્યે પ્રીતિ રાખે. | ५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पत्तियं पवेसामीतेगे पत्तियं पवेसेइ, पत्तियं पवेसामीतेगे अपत्तियं पवेसेइ, अपत्तियं पवेसामीतेगे पत्तियं पवेसेइ, अपत्तियं पवेसामीतेगे अपत्तियं पवेसेइ ।