________________
[ ૪૧૬]
શ્રી ઠાણાગ સુત્ર-૧
સમજાવી છે. સૂત્રોક્ત ચાર પ્રકારના પાણીમાં ક્રમશઃ મલિનતા અને તેનો લેપ અલ્પ–અલ્પ હોય છે તે જ રીતે ભાવોની મલિનતા પણ અલ્પ–અલ્પ હોય તો કર્મોનો લેપ પણ ઓછો ઓછો થાય છે.
કર્દમ જળ અતિમલિન હોય છે તેની અપેક્ષાએ ખંજન જળ અલ્પમલિન હોય છે. ખંજન જળની અપેક્ષાએ વાલુકા જળનિર્મળ અને વાલુકા જળથી શૈલજળ વધુ નિર્મળ હોય છે. તે જ પ્રમાણે મનુષ્યોના ભાવ પણ મલિનતર, મલિન, નિર્મળ, નિર્મળતર હોય છે. ભાવોની આ તરતમતા અનુક્રમે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિના કારણ બને છે.
સ્વર, રૂપ સંપન્ન પક્ષી તથા પુરુષની ચૌભંગી :| २ चत्तारि पक्खी पण्णत्ता, तं जहा-रुतसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, रूवसंपण्णे णाममेगे णो रुतसंपण्णे, एगे रुतसंपण्णे वि रूवसंपण्णे वि, एगे णो रुतसंपण्णे णो रूवसंपण्णे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- रुतसंपण्णे णाममेगे णो रूवसंपण्णे, रूवसंपण्णे णाममेगे णो रुतसंपण्णे, एगे रुतसंपण्णे वि रूवसंपण्णे वि, एगे णो रुतसंपण्णे णो रूवसंपण्णे । ભાવાર્થ :- ચાર પ્રકારના પક્ષી અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેપક્ષી
પુરુષ ૧. સ્વર સંપન્ન-રૂપ અસંપન્ન
૧. સ્વર સંપન્ન-રૂપ અસંપન્ન ૨. રૂપ સંપન્ન-સ્વર અસંપન્ન
૨. રૂપ સંપન્ન-સ્વર અસંપન્ન ૩. સ્વર સંપન્ન-રૂપ સંપન્ન
૩. સ્વર સંપન્ન-રૂપ સંપન્ન ૪. રૂપ અસંપન્ન-સ્વર અસંપન્ન
૪. રૂપ અસંપન્ન-સ્વર અસંપન્ન વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મનુષ્યને પ્રાપ્ત થયેલ સ્વર તથા રૂપને, પક્ષીના દષ્ટાંતથી સમજાવ્યા છે. સામાન્ય રીતે પક્ષીઓમાં સ્વર(અવાજ) અને રૂપ બંનેનો સદ્ભાવ હોય છે પરંતુ અહીં વિશિષ્ટ સ્વરાદિ ગ્રહણ કર્યા છે. રૂપપદથી મનુષ્યને ગમે તેવું મનોજ્ઞ રૂપ અને શબ્દ પદથી મનુષ્યની કર્મેન્દ્રિયને મનોજ્ઞ લાગે તેવા મધુર સ્વરનું ગ્રહણ કરવામાં આવ્યું છે. પક્ષીનું દષ્ણત :- (૧) કેટલાક પક્ષીનો સ્વર કર્ણ પ્રિય હોય પણ રૂપ સુંદર ન હોય, જેમ કે કોયલ, (૨) કેટલાક પક્ષી રૂપ સંપન્ન હોય પણ સ્વર મીઠો ન હોય, જેમ કે પોપટ (૩) કેટલાક પક્ષીનો દેખાવ સુંદર હોય અને અવાજ પણ કર્ણપ્રિય હોય, જેમ કે મોર (૪) કેટલાક પક્ષીનો સ્વર પણ મધુર ન હોય અને રૂપ