________________
સ્થાન-૪: ઉદ્દેશક-૩
_.
[ ૪૧૫ ]
સ્થાન-૪
ઉદ્દેશક-૩
ચાર પ્રકારના ભાવોને પાણીની ઉપમા :| १ चत्तारि उदगा पण्णत्ता, तं जहा- कद्दमोदए, खंजणोदए, वालुओदए, તેનો ૫ I
एवामेव चउव्विहे भावे पण्णत्ते, तं जहा- कद्दमोदगसमाणे, खंजणोदगसमाणे, वालुओदगसमाणे, सेलोदगसमाणे ।
कद्दमोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ । खंजणोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उववज्जइ। वालुओदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ । सेलोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ, देवेसु उववज्जइ । ભાવાર્થ :- ચાર પ્રકારના પાણી કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કર્દમોદક-કીચડવાળું પાણી (૨) ખંજનોદક–ખંજનવાળું પાણી (૩) વાલુકોદક–રેતીવાળું પાણી (૪) શલોદક-કાંકરાવાળું પાણી.
તેની સમાન ચાર પ્રકારના ભાવ કહ્યા છે તે આ પ્રમાણે છે– (૧) કર્દમોદક સમાન અતિ મલિનભાવ (૨) ખંજનોદક સમાન મલિનભાવ (૩) વાલુકોદક સમાન અલ્પ મલિનભાવ (૪) શલોદક સમાન નિર્મળ ભાવ.
(૧) કર્દમોદક સમાન મલિન ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મ પામે તો નરકોમાં ઉત્પન્ન થાય છે. (૨) ખંજનોદક સમાન અલ્પમલિન ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મ પામે તો તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે. (૩) વાલુકોદક સમાન નિર્મલ ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મ પામે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. (૪) શૈલોદક સમાન પૂર્વ પવિત્ર ભાવમાં પ્રવર્તમાન જીવ કાલધર્મને પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ભાવોની લિપ્તતા-અલિપ્તતા, મલિનતા-નિર્મળતા, પાણીના દષ્ટાંત દ્વારા