________________
[ ૪૧૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચારી પ્રીતિ ઉત્પન્ન કરે. (૨) કોઈ પુરુષ બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચારી અપ્રીતિ ઉત્પન્ન કરે. (૩) કોઈ પુરુષ બીજાના મનમાં અપ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચારી પ્રીતિ ઉત્પન્ન કરે. (૪) કોઈ પુરુષ બીજાના મનમાં અપ્રીતિ ઉત્પન્ન કરું, તેમ વિચાર કરી અપ્રીતિ ઉત્પન્ન કરે છે. |६ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे पत्तियं पवेसेइ णो परस्स, परस्स णाममेगे पत्तियं पवेसेइ णो अप्पणो, एगे अप्पणो वि पत्तियं पवेसेइ परस्स वि, एगे णो अप्पणो पत्तियं पवेसेइ णो परस्स ।
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરે પણ પરચિત્તમાં પ્રીતિ સ્થાપિત ન કરે (૨) કોઈ પુરુષ પરચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરે પણ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત ન કરે. (૩) કોઈ પુરુષ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરે અને પરચિત્તમાં પણ પ્રીતિ સ્થાપિત કરે. (૪) કોઈ પુરુષ સ્વચિત્તમાં પ્રીતિ સ્થાપિત ન કરે અને પરચિત્તમાં પણ પ્રીતિ સ્થાપિત ન કરે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રીતિ–અપ્રીતિ આધારિત ચાર ચૌભંગી છે.
ત્તિવું :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રતિ- પ્રેમ, સ્નેહ, પ્રસન્નતા, આનંદાદિ (૨) પ્રતીતિ- વિશ્વાસ, સવ્યવહાર, પ્રિયવ્યવહાર.
પ્રથમ ચૌભંગી :- (૧) કેટલીક વ્યક્તિ પૂર્વ શત્રુ સાથે પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનું વિચારીને, પ્રેમ વ્યવહાર સ્થાપે છે. (૨) કેટલીક વ્યક્તિ પૂર્વશત્રુ સાથે પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનું વિચારીને પણ દ્વેષ વધારી દે છે. (૩) કેટલીક વ્યક્તિ દ્વેષ–વેરના કારણે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ તોડવાનું વિચારે, પણ સામેની વ્યક્તિના સ્નેહભર્યા વર્તાવથી કે અન્ય કોઈની સમજાવટ અથવા સદુપદેશથી પ્રેમ સંબંધ જાળવી રાખે. (૪) કેટલીક ભારે કર્મી વ્યક્તિ અન્ય સાથે પ્રેમ સંબંધ રાખવો નથી તેમ વિચારી, તે પ્રમાણે પ્રેમ સંબંધ ન રાખે. આ પ્રથમ ચૌભંગી સમજવી.
બીજી ચૌભંગી- સામાન્યતયા પ્રત્યેક પ્રાણી પોતાની જાત પ્રત્યે પ્રેમ-પ્રીતિ ધરાવતા જ હોય છે પરંતુ ક્રોધાદિ તથા નિષેધાત્મક વલણથી વ્યક્તિ પોત-પોતાની જાતને ધિક્કારવા લાગે છે. તેને અહીં સ્વ પ્રત્યે અપ્રીતિ કહી છે. સ્વાર્થની બહુલતા અને પ્રકૃતિની સંકીર્ણતાના કારણે કેટલાક પુરુષ અન્ય પ્રત્યે પ્રેમ ન રાખે પરંતુ પુણ્યશાલી ઉત્તમ પુરુષ ઉત્તમ પ્રકૃતિ અને સદ્ભાવનાથી અન્ય પ્રત્યે પ્રેમભાવ રાખી શકે છે. ત્રીજી ચૌભાગી :- આ ચૌભંગીમાં અન્ય વ્યક્તિમાં પ્રીતિ અપ્રીતિ ઉત્પન્ન કરવા ન કરવા સંબંધી નિરૂપણ છે. બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરવાના ત્રણ કારણ વૃત્તિકારે દર્શાવ્યા છે (૧) જે વ્યક્તિના પરિણામ