________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
[ ૪૧૩ |
ભિક્ષુઓ અનેક પ્રકારના કઠોર તપ કરતાં. તેઓને માન્ય ચાર પ્રકારના તપ અહીં દર્શાવ્યા છે. ૩૪તવે - ઉગ્રતપ. બે ત્રણ, વગેરે ઉપવાસ કરવા. વોરત:- ઘોરત૫. સૂર્ય આતાપના સાથે ઉપવાસ કરવા. રળિqપાયા :- રસનિયૂહણ. ઘી આદિ રસોનો ત્યાગ કરવો. કિંજલ સંખ - જિહેન્દ્રિય પ્રતિસલીનતા. જીભને વશ કરવી. મનોજ્ઞ અમનોજ્ઞ ભોજન- પાણીનો રાગ-દ્વેષ રહિત આહાર કરવો.
સૂત્રગત ઉગ્રતપ, ઘોરતા શબ્દ આજીવિકના તપને સૂચિત કરે છે, તો રસનિયૂહણ અને જિલૅન્દ્રિય પ્રતિસલીનતા આજીવિકા મતવાળાના સ્વાદયને સૂચિત કરે છે. સંયમ, ત્યાગ, અકિંચનતાના ચાર પ્રકાર :१३१ चउव्विहे संजमे पण्णत्ते, तं जहा- मणसंजमे, वइसंजमे, कायसंजमे, उवगरणसंजमे । ભાવાર્થ :- સંયમ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મન સંયમ (૨) વચન સંયમ (૩) કાય સંયમ (૪) ઉપકરણ સંયમ. १३२ चउव्विहे चियाए पण्णत्ते, तं जहा- मणचियाए, वइचियाए, कायचियाए, उवगरणचियाए । ભાવાર્થ :- ત્યાગ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) મન ત્યાગ (૨) વચન ત્યાગ (૩) કાય ત્યાગ (૪) ઉપકરણ ત્યાગ. १३३ चउव्विहा अकिंचणया पण्णत्ता, तं जहा- मणअकिंचणया, वइअकिंचणया, कायअकिंचणया, उवगरणअकिंचणया । ભાવાર્થ :- અકિંચનતા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) મન અકિંચનતા (૨) વચન અકિંચનતા (૩) કાય અકિંચનતા (૪) ઉપકરણ અકિંચનતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મહાવ્રતધારી સાધકના સંયમ, ત્યાગ અને અકિંચનતાનું દિગ્દર્શન છે. સંયમ :- સમ્યક પ્રકારે નિયંત્રણ, મન, વચન, કાયાને ઈદ્રિય વિષયોમાં ન જવા દેવા અને ઉપકરણ