________________
૪૧૨ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
પ્રમાણ છે. શક્ક અને ઈશાનેન્દ્રની આઠ આઠ અગ્રમહિષીઓની એક એક રાજધાની છે તે સૂત્રપાઠથી સ્પષ્ટ છે. સ્વામી દેવઃ- ગોળાકાર પર્વતોના સ્વામી દેવના ભવન પર્વતના શિખર પર હોય છે. પરંતુ તેનું વર્ણન અહીં ઉપલબ્ધ નથી. તે ઉપરાંત અનેક સ્થળે સિદ્ધાયતનનો પાઠ છે. તે વિચારણીય અને અન્વેષણીય છે.
સત્યના નામ, સ્થાપના આદિ ચાર પ્રકાર :१२९ चउव्विहे सच्चे पण्णत्ते, तं जहा- णामसच्चे, ठवणसच्चे, दव्वसच्चे, ભાવ- સર્વે ! ભાવાર્થ :- સત્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નામ સત્ય (૨) સ્થાપના સત્ય (૩) દ્રવ્ય સત્ય (૪) ભાવ સત્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સત્યના ચાર પ્રકાર કહ્યા છે તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) નિક્ષેપની અપેક્ષાએ (૨) સત્યની અપેક્ષાએ. (૧) નિક્ષેપની અપેક્ષાએ- (૧) નામ સત્ય- કોઈ વ્યક્તિનું 'સત્ય' એવું નામ રાખવું તે. (૨) સ્થાપના સત્ય- કોઈ વસ્તુ આદિમાં 'આ સત્ય છે' તેવું આરોપણ કરવું અથવા 'આ સત્ય છે' તેવો સંકલ્પ કરવો તે. (૩) દ્રવ્ય સત્ય- સત્ય પદને જાણનાર પરંતુ તેમાં ઉપયોગ ન હોય તેવા અનુપયુક્ત પુરુષ. (૪) ભાવ સત્ય- ઉપયુક્ત–ઉપયોગવાન સત્યના જ્ઞાતા પુરુષ. (૨) સત્યની અપેક્ષાએ- (૧) કોઈનું નામ ઋષભ કે મહાવીર હોય તેને તે નામથી સંબોધિત કરવા તે નામ 'સત્ય' છે. (૨) કોઈ આકૃતિમાં ઋષભ કે મહાવીર સ્થાપના કરીને તે આકૃતિને ઋષભ, મહાવીર કહેવું તે સ્થાપના સત્ય છે. તીર્થકર નામ કર્મનો ઉદર ન હોય તે પહેલાં ગર્ભમાં પૂર્વભવમાં અથવા કેવલજ્ઞાન થયા પહેલાં તેઓને તીર્થકર કહેવા તે દ્રવ્ય સત્ય છે. તેરમા ચૌદમા મુળ સ્થાને જ્યારે તીર્થકર નામકર્મનો ઉદય હોય ત્યારે તેઓને તીર્થકર કહેવા તે ભાવ સત્ય છે.
આજીવિકમત માન્ય તપના ચાર પ્રકાર :१३० आजीवियाणं चउव्विहे तवे पण्णत्ते, तं जहा- उग्गतवे, घोरतवे, रसणिज्जूहणया, जिभिदियपडिसलीणया ।। ભાવાર્થ :- આજીવિકા મતમાં તપના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉગ્રતપ (૨) ઘોર તપ (૩) રસનિયૂહણ(રસ ત્યાગ)તપ (૪) જિહેન્દ્રિય પ્રતિસલીનતા(જીભને વશ કરવી). વિવેચન :
ભગવાન મહાવીરના સમયે આજીવિકા મતનો પ્રરૂપક ગોશાલક મંખલિપુત્ર હતો. આજીવક