________________
સ્થાન-૪: ઉદ્દેશક-૨
૪૧૧
ભાવાર્થ :- ચાર રતિકર પર્વતોમાંથી ઉત્તર-પશ્ચિમ દિશાનો રતિકર પર્વત છે, તેની ચારે દિશાઓમાં દેવરાજ ઈશાન દેવેન્દ્રની ચાર અગ્રમહિષીઓની, બૂઢીપ પ્રમાણવાળી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે– (૧) વસુ અગ્રમહિષીની રાજધાની રત્ના (૨) વસુગુપ્તા અગ્રમહિષીની રાજધાની રોચ્ચયા. (૩) વસુમિત્રા અગ્રમહિષીની રાજધાની સર્વ રત્ના (૪) વસુન્ધરા અગ્રમહિષીની રાજધાની રત્નસંચયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર ચારની સંખ્યાના આધારે નંદીશ્વરદ્વીપનું તાદેશ વર્ણન દૃષ્ટિગોચર થાય છે. Mલીવર લાવે :- જંબુદ્વીપથી દ્વીપસમુદ્રોની સંખ્યા ગણતાં નંદીશ્વરદ્વીપ પંદરમો દ્વીપ છે. જંબુદ્વીપ એક લાખ યોજન વિસ્તારવાળો છે જ્યારે નંદીશ્વરદ્વીપ ૧૭૮૪ લાખ યોજનાના વિસ્તારવાળો વલયાકાર દ્વીપ છે.
મંગળ-પળ૦ :- (અંજનગિરિ) વલયાકાર નંદીશ્વર દ્વીપના ૧૩૮૪ એક અબજ, તેસઠ કરોડ, ચોરાસી લાખ અર્થાતુ યોજનાના વિસ્તારની વચ્ચે ચારે દિશાઓમાં ચાર અંજનગિરિ પર્વત છે. તે ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. ૮૪000 યોજન ઊંચા છે અને 1000 યોજન ભૂમિમાં છે. તે પર્વતનો વિસ્તાર ૧0000 યોજન અને શિખર ઉપર ૧000 યોજનનો છે.
Mલા પુતિ :- અંજનગિરિ પર્વતની ચારે દિશાઓમાં ચાર પુષ્કરિણી છે. નંદા તે આનંદકારી છે તેથી સુત્રમાં તેને નંદા પુષ્કરિણી કહી છે. તે એક લાખ યોજન લાંબી અને પચાસ હજાર યોજન પહોળી તથા એક હજાર યોજન ઊંડી છે. તેમાં ચારે બાજુ પગથિયા છે. પગથિયાઓની ઉપર તોરણ છે. વાર્તા - પુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ–ઉદ્યાન છે. ચારે પુષ્કરિણીના મળીને સોળ વનખંડ છે. તેમાં એક જાતિના વૃક્ષો છે. તે સૂત્રમાં(ગાથા)સ્પષ્ટ છે. fધમુદ પળ –દધિમુખ પર્વત. ચાર પુષ્કરિણીઓમાં ચાર દધિમુખપર્વત છે. તે પાણીમાં રહેલા છે. એક લાખ યોજન લાંબી પુષ્કરિણીના વચ્ચે ૧૦,૦૦૦(દસ હજાર) યોજનવિસ્તારવાળા અને ૬૪,000 (ચોસઠ હજાર) યોજન ઊંચાઈવાળા છે. નીચેથી ઉપર સુધી તેનો વિસ્તાર એક સરખો છે. તેથી તે પલ્યક = કોઠીના આકારવાળા છે.
રતિ બ યા :- રતિકર પર્વત. નંદીશ્વર દ્વીપમાં ચારે દિશાઓમાં અંજનક પર્વત છે અને રતિકર પર્વત ચારે વિદિશાઓમાં છે. તે ૧૦,૦૦૦(દસ હજાર) યોજન વિસ્તારવાળા અને ૧,000(એક હજાર) યોજનની ઊંચાઈવાળા છે. ઊંચાઈ ઓછી અને પહોળાઈ વધુ હોવાથી તે ઝાલર સંસ્થાને સંસ્થિત છે. તેની ઊંચાઈથી પહોળાઈ દસ ગુણી છે. અંજનગિરિની જેમ રતિકર પર્વત પણ નંદીશ્વર દ્વીપની પહોળાઈની વચ્ચે રહેલા છે.
Rવાળી:-ચાર રતિકર પર્વતોની ચારે બાજુ સોળ રાજધાનીઓ છે અને તે પ્રત્યેક રાજધાની જંબુદ્વીપ