________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
૪૦૩
वा । चत्तारि सूरिया तविंसु वा तवंति वा तविस्संति वा । चत्तारि कित्तियाओ जाव चत्तारि भरणीओ जोगं जोइंसु वा जोइंति वा जोइस्संति वा । तेसिं णं देवा- चतारि अग्गी जाव चत्तारि जमा । चत्तारि अंगारा जाव चत्तारि भावकेऊ चारं चरिंसु वा चरंति वा चरिस्संति वा ।
ભાવાર્થ :- લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે; ચાર સૂર્ય તપતા હતા, તપે છે અને તપતા રહેશે; કૃતિકાથી ભરણી સુધીના સર્વ ચાર–ચાર નક્ષત્રોએ ચંદ્ર સાથે યોગ કર્યો હતો, કરે છે અને કરશે. નક્ષત્રોના અગ્નિથી લઈને યમ સુધીના ચાર ચાર સ્વામી દેવ કહ્યા છે. ચાર અંગારક યાવતુ ચાર ભાવકેતુ સુધીના (૮૮) ગ્રહોએ ચાર(ભ્રમણ) કર્યું હતું, કરે છે અને કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોથા સ્થાનને અનુલક્ષીને લવણ સમુદ્રના જ્યોતિષી દેવોનું કથન છે. જેબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે. લવણ સમુદ્રમાં તે સર્વ ચાર ચાર છે. પ્રસ્તુતમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તેના સ્વામી દેવ અને ગ્રહનું નિરૂપણ છે. તે અનુસાર ચાર ચંદ્ર, ચાર સૂર્ય અને નક્ષત્ર વિમાન ૨૮ ૪ ૪ = ૧૧ર છે અને ગ્રહવિમાન ૮૮ x ૪ = ૩૫ર(ત્રણસો બાવન) છે.
પ્રસ્તુત સૂત્રોમાં નક્ષત્રોના નામનો ક્રમ કૃતિકાથી પ્રારંભ થાય છે. જ્યારે સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ ક્રમને મતાંતરમાં બતાવ્યો છે. ત્યાં સ્વમતનો ક્રમ અભિજિત નક્ષત્રથી દર્શાવ્યો છે. ઠાણાંગ સૂત્રમાં કેટલાક સૂત્ર લેખનકાળના સંકલન હોવાથી કોઈપણ કારણે આ ક્રમ પ્રસ્તુત સૂત્રોમાં ઉપલબ્ધ થાય છે. છતાં સ્વમતનો નક્ષત્ર ક્રમ અભિજિત નક્ષત્રથી છે તેમાં સંદેહને સ્થાન નથી.
લવણ સમુદ્રના ચાર દ્વાર :११४ लवणस्स णं समुद्दस्स चत्तारि दारा पण्णत्ता, तं जहा- विजए, वेजयंते, जयंते, अपराजिए । ते णं दारा चत्तारि जोयणाई विक्खंभेणं तावइयं पवेसेणं पण्णत्ता।
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, तं जहा- विजए, वेजयंते, जयंते, अपराजिए । ભાવાર્થ :- લવણ સમુદ્રના ચાર દ્વાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત.
તે દ્વાર ચાર યોજન વિસ્તારવાળા અને ચાર યોજન પ્રવેશ(મુખ)વાળા છે. ત્યાં એક પલ્યોપમની