________________
[ ૪૦૨ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
११२ जंबुद्दीवस्स णं दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ चउसु विदिसासु लवणसमुदं बायालीसं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं चउण्हं अणुवेलंधर णागराईणं चत्तारि आवासपव्वया पण्णत्ता, तं जहा- कक्कोडए, विज्जुप्पभे, केलासे, अरुणप्पभे ।
तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्टिईया परिवसंति, तं जहा- कक्कोडए, कद्दमए, केलासे, अरुणप्पभे । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપની બહાર વેદિકાના અંતિમ ભાગથી ચારે દિશામાં લવણ સમુદ્રની અંદર બેતાલીશ બેતાલીશ યોજન જઈએ ત્યારે અનુવેલન્ધર નામના નાગરાજાના ચાર આવાસ પર્વતો આવે છે, તે આ પ્રમાણે છે– (૧) કર્કોટક (૨) વિધુત્રભ (૩) કૈલાશ (૪) અરુણપ્રભ.
ત્યારે પલ્યોપમની સ્થિતિવાળા મહર્તિક ચાર દેવો રહે છે, તે આ પ્રમાણે છે- (૧) કર્કોટક (૨) કર્દમક (૩) કૈલાશ (૪) અરુણપ્રભ. વિવેચન :
જંબૂદ્વીપની બાાવેદિકાથી લવણ સમુદ્રમાં ૯૫-૯૫ હજાર યોજન અંદર ચારે દિશામાં ચાર મહાપાતાળ કળશ છે. તે એક લાખ યોજન ઊંડા છે. મુખ અને મૂળભાગમાં ૧૦,૦૦૦(દસ હજાર) યોજન પહોળા છે અને મધ્યમાં ૧ લાખ યોજન પહોળા છે. ચાર મહાપાતાળ કળશ ઉપરાંત લવણ સમુદ્રમાં ૭૮૮૪ નાના કળશ છે. તે એક હજાર યોજન ઊંડા છે. આ સર્વ પાતાળ કળશોમાં નીચેના ભાગમાં વાયુ, મધ્યભાગમાં વાયુ-પાણી અને ઉપરના ભાગમાં પાણી હોય છે. નીચે અને મધ્ય ભાગનો વાયુ શુભિત થવાથી પાણી ઉછળે છે.
લવણ સમુદ્રની વચ્ચે ૧૬,000(સોળ હજાર) યોજન ઊંચી લવણશિખા છે અર્થાત્ ૧૬,000 (સોળ હજાર)યોજન ઊંચે પાણી છે. તે પાણીને ૪૦,૦૦૦(ચાલીસ હજાર) નાગકુમાર દેવો અંદરમાં, ૭૨,૦૦૦(બોતેર હજાર) દેવો બહારમાં અને ૪૨,૦૦૦(બેતાલીસ હજાર) દેવો ઉપરમાં, કુલ ૧ લાખ ૭૪ હજાર નાગકુમાર દેવ ધારણ કરે છે અર્થાત્ ચાથી તે પાણીને દબાવીને રોકી રાખે છે. પાણીની વેલાને ધારણ કરવાથી તે દેવો વેલંધર અને અણવેલંધર કહેવાય છે. વેલાના તે પાણીને તે દેવો પાછું ન વાળે તો જંબૂદ્વીપ ઉપર પાણી ફરી વળે પરંતુ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના તપ, જપ, અનુષ્ઠાનના પ્રતાપે દેવો તથાપ્રકારની સેવા કરે છે.તેઓના મુખ્ય અધિપતિ દેવ ચાર ચાર છે. આ સૂત્રમાં તેઓના આવાસ પર્વતનું વર્ણન છે. લવણ સમુદ્રના જ્યોતિષી દેવો :११३ लवणे णं समुद्दे चत्तारि चंदा पभासिंसु वा पभासंति वा पभासिस्संति