________________
૪૦૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
સ્થિતિવાળા ચાર મહદ્ધિક દેવો વાસ કરે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) વિજયદેવ (૨) વૈજયંત દેવ (૩) જયંતદેવ (૪) અપરાજિત દેવ. ધાતકીખંડ અને પુષ્કરવર દ્વીપનું વર્ણન :११५ धायइसंडे णं दीवे चत्तारि जोयणसयसहस्साई चक्कवालविक्खंभेणं पण्णत्ते। ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપનો ચક્રવાલ વિસ્તાર(વિખંભ) ચાર લાખ યોજન કહ્યો છે. ११६ जंबुद्दीवस्स णं दीवस्स बहिया चत्तारि भरहाई, चत्तारि एरवयाइं । एवं जहा सहुद्देसए तहेव णिरवसेसं भाणियव्वं जाव चत्तारि मंदरा चत्तारि मंदरचूलियाओ । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપની બહાર (ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપમાં) ચાર ભરત અને ચાર ઐરાવત ક્ષેત્ર છે.
આ રીતે જેમ શબ્દ ઉદ્દેશક(બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશા)માં જે કહ્યું છે, તેમ અહીં પણ જાણવું. અહીં બે સંખ્યાને સ્થાને ચાર ચાર સંખ્યા જાણવી. આ રીતે જંબૂદ્વીપની બહાર ચાર મેરુ પર્વત અને તેની ચાર ચૂલિકા છે, ત્યાં સુધી સંપૂર્ણ કથન કરવું. વિવેચન :
અઢીદ્વીપમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર છે. તેમાં એક-એક ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્ર જંબુદ્વીપમાં છે, બે—બે ભરતાદિ ક્ષેત્ર ધાતકીખંડમાં અને બે—બે ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. તેથી જંબૂદ્વીપની બહારના ક્ષેત્રમાં ચાર–ચાર ભરતાદિ ક્ષેત્રો છે. તે જ રીતે પર્વત, ક્ષેત્ર, નદી, દ્રહ અને મેરુ વગેરે જંબૂદ્વીપની બહાર બે ધાતકીખંડમાં અને બે પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે પર્વતાદિ ચાર-ચાર છે. તે પર્વત, ક્ષેત્ર વગેરેના નામ બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશક પ્રમાણે જાણવા. નંદીશ્વરદ્વીપમાં અંજનક પર્વત :११७ णंदीसरवरस्स णं दीवस्स चक्कवाल-विक्खंभस्स बहुमज्झदेसभागे चउद्दिसिं चत्तारि अंजणगपव्वया पण्णत्ता, तं जहा- पुरथिमिल्ले अंजणगपव्वए, दाहिणिल्ले अंजणगपव्वए, पच्चत्थिमिल्ले अंजणगपव्वए, उत्तरिल्ले अंजणगपव्वए।
ते अंजणगपव्वया चउरासिइं जोयणसहस्साई उड्डे उच्चत्तेणं, एगं जोयणसहस्सं उव्वेहेणं, मूले दसजोयणसहस्साई विक्खंभेणं, तदणंतरं च णं