________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૯૧ |
કર્મશાસ્ત્રમાં કર્મની દશ અવસ્થાઓ દર્શાવી છે. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, ઉપશમ, નિધત્તિ અને નિકાચના.
આ દશ અવસ્થાઓમાંથી ઉદય અને સત્તાને છોડીને શેષ આઠ અવસ્થાઓને 'કરણ–ઉપક્રમ' સંજ્ઞા પ્રાપ્ત થાય છે.
કર્મના ઉદય અને સત્તામાં જીવનું વીર્ય હેતુભૂત નથી. તેથી તેને કરણ–ઉપક્રમ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. પ્રસ્તુત સૂત્રોમાં બંધ, ઉદીરણા, ઉપશમ, વિપરિણમન, સંક્રમણ, નિધત્ત અને નિકાચિત. તે સાતનું કથન કર્યું છે અને વિપરિણમનમાં ઉદ્વર્તનકર્મોની સ્થિતિ અને અનુભાગને વધારવા અને અપવર્તન કર્મોની સ્થિતિ અને અનુભાગને ઘટાડવા]બંનેનો સમાવેશ થઈ જાય છે. આ રીતે આ સૂત્રોમાં આઠે કરણનું કથન થઈ જાય છે.
એક અનેકના ચાર-ચાર પ્રકાર :८१ चत्तारि एक्का पण्णत्ता, तं जहा- दविएक्कए, माउएक्कए, पज्जवेक्कए, संगहेक्कए । ભાવાર્થ :- 'એક ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યએક (૨) માતૃકા એક (૩) પર્યાય એક (૪) સંગ્રહ એક. ८२ चत्तारि कती पण्णत्ता, तं जहा- दवियकती, माउयकती, पज्जवकती, સહિતી ! ભાવાર્થ :- "કતી' (અનેક) ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યઅનેક(૨) માતૃકાઅનેક (૩) પર્યાયઅનેક (૪) સંગ્રહઅનેક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહનયની દષ્ટિએ એકતા અને વ્યવહારનયની ભેદ દષ્ટિએ અનેકતાનું કથન છે. પદાર્થગત સામાન્ય ગુણની અપેક્ષાએ એકત્વ અને વિશેષ ગુણની અપેક્ષાએ અનેત્વનું પ્રતિપાદન કર્યું છે. વત :- 'કતિ' શબ્દના બે અર્થ છે– (૧) કેટલા (૨) અનેક. અહીં બે સૂત્રમાંથી પહેલા સૂત્રમાં એકનું કથન હોવાથી બીજા સૂત્રમાં 'કતિ' શબ્દનો 'અનેક અર્થ કરવો ઉપયુક્ત છે. પ્રસ્તુત સૂત્રમાં કતિના ચાર પ્રકાર કહ્યા છે, તેથી પણ કતિ શબ્દ પ્રશ્નાર્થમાં નથી પરંતુ અનેકાર્થમાં છે તે સ્પષ્ટ છે.
ધ્વજની :- દ્રવ્યત્વ સામાન્યની અપેક્ષાએ દ્રવ્ય એક છે. વિશેષની અપેક્ષાએ દ્રવ્ય અનેક છે અર્થાતુ