________________
Re
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
દ્રવ્ય છે છે.
माउयकती - સમવાયાંગ સૂત્રમાં દષ્ટિવાદના ૪૬ માતૃકાપદ કહ્યા છે, તે સંપૂર્ણ શ્રુતના મૂલાક્ષર છે. સામાન્યની અપેક્ષાએ તે એક છે અને વિવિધતાની અપેક્ષાએ અનેક છે.
પબ્નવવસ્તી :- પર્યાય. પર્યાયત્વ સામાન્યની અપેક્ષાએ પર્યાય એક છે. વિભિન્ન પર્યાયોની અપેક્ષાએ પર્યાય અનેક(અનંત) છે.
સાહતી :- સંગ્રહ = પદાર્થોનો સમૂહ, સમુદાય. તે સામાન્ય અપેક્ષાએ એક છે. અવાન્તર જાતિઓની અપેક્ષાએ અનેક છે. જેમ મનુષ્યત્વ સામાન્યની અપેક્ષાએ બધા મનુષ્ય એક છે પરંતુ ગુજરાતી, પંજાબી, મહારાષ્ટ્રીયન વગેરે પ્રાંતીય મનુષ્યની અપેક્ષાએ માનવ સમુદાય અનેક છે.
વાસ્તવમાં વિભિન્ન પદાર્થોની અપેક્ષાએ વા અને તી બંનેના ઘણા પ્રકાર થઈ શકે છે પરંતુ ચોથા સ્થાનના કારણે અહીં ચાર–ચાર ભેદ કહ્યા છે.
"સર્વ'ના નામાદિ ચાર પ્રકાર :
८३ चत्तारि सव्वा पण्णत्ता, तं जहा- णामसव्वए, ठवणसव्वए, आएससव्वर, णिरवसेससव्वए ।
ભાવાર્થ:- સર્વ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નામ સર્વ (૨) સ્થાપના સર્વ (૩) આદેશ સર્વ (૪) નિરવશેષ સર્વ,
વિવેચન :
સર્વ એટલે સંપૂર્ણ, સમસ્ત.
નામ સર્વ :– લોક વ્યવહાર માટે કોઈ વસ્તુનું નામ 'સર્વ' રાખવામાં આવે તે નામ સર્વ.
સ્થાપના સર્વ :- પદાર્થમાં 'આ સર્વ છે' તેવી સ્થાપના કે આરોપણા કરવામાં આવે તે સ્થાપના સર્વ કહેવાય છે.
આદેશ સર્વ :– આદેશ :- આદેશ - અપેક્ષા. અપેક્ષાએ સર્વ માની લેવામાં આવે તે આદેશ સર્વ, તેમાં પ્રધાન, મુખ્ય, પ્રચુરતાની અપેક્ષાએ ‘સર્વ'નો પ્રયોગ થાય છે. જેમ કોઈ ભોજન સમારંભમાં ઘણા માણસોએ જમી લીધું હોય, થોડા બાકી હોય, તો પણ સર્વએ જમી લીધું તે પ્રકારનું કથન થાય છે.
નિરવશેષ સર્વ :– કોઈ શેષ ન રહે, સમસ્તનો સમાવેશ થતો હોય તેને નિરવશેષ સર્વ કહે છે. જેમકે સર્વ દેવ વૈક્રિય શરીરી હોય છે. સર્વ નારકી અશુભલેશી હોય છે.