________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આદિ વિવિધ અવસ્થાંતરની પ્રાપ્તિ થવી તેને વિપરિણમન કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે ઉપશમ, ઉદીરણા, સંક્રમણ આદિ વિષયક પૃથક્, પૃથક્ સૂત્રોની રચના કરી છે. તેથી અહીં વિપરિણમનમાં ઉદ્દવર્તન અને અપવર્તનનું ગ્રહણ સહજ સિદ્ધ થાય છે.
૩૯૦
જીવના જે વીર્યથી કર્મમાં વિપરિણમન થાય અને કર્મોની પ્રકૃતિ, સ્થિતિ આદિ અવસ્થાઓના પરિવર્તનમાં જે વીર્ય પ્રવૃત્ત થાય તેને વિપરિણામ ઉપક્રમ કહે છે.
(૫) અલ્પ બહુત્વ :– અલ્પ અને બહુના ભાવને અલ્પબહુત્વ કહે છે. (૧) પ્રકૃતિબંધ અલ્પબહુત્વસર્વથી અલ્પકર્મ પ્રકૃતિબંધ ૧૧, ૧૨ અને ૧૩ ગુણસ્થાને થાય, તે જીવ એક શાતાવેદનીય કર્મ જ બાંધે છે. તેથી દશમા ગુણસ્થાને અધિક પ્રકૃતિનો બંધ થાય. આ રીતે ગુણસ્થાનની અપેક્ષાએ પ્રકૃતિબંધનું અલ્પબહુત્વ સમજી લેવું જોઈએ. (૨) સ્થિતિબંધ અલ્પબહુત્વ- સર્વથી અલ્પ સ્થિતિબંધ સંયત જીવોનો થાય. તેથી બાદર એકેન્દ્રિયનો સ્થિતિબંધ અસંખ્યાતગુણ અધિક થાય. આ રીતે ક્રમશઃ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યંત અધિકાધિક સ્થિતિબંધ સમજવો. (૩) અનુભાગબંધ અલ્પબહુત્વ– સર્વથી અલ્પ રસબંધની અનંતગુણ વૃદ્ધિના સ્થાન. તેથી અસંખ્યાત ગુણ વૃદ્ધિના સ્થાન અસંખ્યાત ગુણ અધિક, તેથી સંખ્યાત ગુણવૃદ્ધિના સ્થાન અસંખ્યાત ગુણ અધિક છે. (૪) પ્રદેશબંધ અલ્પબહુત્વ- કર્મબંધ સમયે આઠ કર્મ પ્રકૃતિઓનુ વિભાજન થાય. તેમાં સર્વથી અલ્પ પ્રદેશ આયુષ્યકર્મને પ્રાપ્ત થાય છે. તેથી નામ, ગોત્રને વિશેષાધિક અને પરસ્પર તુલ્ય, તેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મને વિશેષાધિક અને પરસ્પર તુલ્ય, તેથી મોહનીય કર્મને વિશેષાધિક અને તેથી વેદનીય કર્મને વિશેષાધિક કર્મદલિકો પ્રાપ્ત થાય છે.
(૬) સંક્રમણ :– સજાતીય ઉત્તર પ્રકૃતિનું પરસ્પર પરિણમન થવું તેને સંક્રમણ કહે છે. (૧) પ્રકૃતિ સંક્રમણ– મૂળ પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી. સજાતીય ઉત્તર પ્રકૃતિઓમાં જ સંક્રમણ થાય છે. તેમાં આયુષ્યકર્મની ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી. શાતાવેદનીયનું અશાતાવેદનીય રૂપે, શુભનામનું અશુભનામ રૂપે, અશુભ નામનું શુભનામ રૂપે; આ રીતે પ્રકૃતિઓમાં સંક્રમણ થાય છે. (૨) સ્થિતિ સંક્રમણ— દીર્ઘકાલીન કર્મ સ્થિતિનું અલ્પકાલીન અને અલ્પકાલીન કર્મસ્થિતિનું દીર્ઘકાલ રૂપે પરિવર્તન થવું, તેને સ્થિતિ સંક્રમણ કહે છે. (૩) અનુભાવ સંક્રમણ− તીવ્ર રસનું મંદ રસ રૂપે અને મંદ રસનું તીવ્ર રસ રૂપે પરિવર્તન થવું, તેને અનુભાવ સંક્રમણ કહે છે. (૪) પ્રદેશ સંક્રમણ– બહુપ્રદેશનું અલ્પપ્રદેશ રૂપે અને અલ્પપ્રદેશનું બહુપ્રદેશ રૂપે પરિવર્તન થવું, તેને પ્રદેશ સંક્રમણ કહે છે.
(૭) પિત્તિ :- કર્મોને અપવર્તના અને ઉર્તના સિવાયના અન્ય કરણને અયોગ્ય બનાવવા તેને નિધત્તિ કહે છે. જીવના જે વીર્યથી કર્મ નિધત્ત થાય તેને નિધત્તિકરણ કહે છે. તેના પણ પ્રકૃતિ, સ્થિતિ આદિ ચાર ભેદ પૂર્વવત્ જાણવા.
(૮)ખિવાÇ :- કર્મોને ઉદવર્તના, અપવર્તના, ઉદીરણા, સંક્રમણ આદિ સર્વ કરણને અયોગ્ય બનાવવા તેને નિકાચના કહે છે. જીવના જે વીર્યથી કર્મ નિકાચિત થાય તેને નિકાચનાકરણ કહે છે. તેના પણ પ્રકૃતિ, સ્થિતિ આદિ ચાર ભેદ પૂર્વવત્ જાણવા.