________________
| સ્થાન-૪: ઉદ્દેશક-૨
[ ૩૮૯ |
તે કર્મ આત્માથી છૂટું પડી જાય છે. આ કાળમર્યાદાને સ્થિતિબંધ કહે છે. અનુભવ વંથ :- અનુભાગ બંધ એટલે કર્મની તીવ્ર, મંદ ફળ આપવાની શક્તિ. જેમ મોદકમાં મધુરતા વગેરે ગુણોમાં તીવ્રતા, મંદતા આદિ તરતમતા હોય છે તેમ કોઈ કર્મ પોતાના ફળનો અનુભવ તીવ્રપણે કરાવે, કોઈ મંદ રૂપે કરાવે. આ તેની તીવ્ર–મંદ ફળપ્રદાનની શક્તિને અનુભાગ કે અનુભાવ અથવા રસબંધ કહે છે.. પણ વધે – પ્રદેશબંધ. કર્મપુદ્ગલોનો જથ્થો. જેમ મોદકમાં નાના, મોટાપણું હોય, કોઈ મોદક ૫૦ ગ્રામનો, કોઈ 100 ગ્રામનો હોય, તે રીતે કોઈ કર્મ અલ્પ કર્મપુદ્ગલવાળું, કોઈ કર્મ અધિક કર્મપુદ્ગલવાળું હોય. આ રીતે કર્મપુદ્ગલના પ્રદેશોના નિયત પરિમાણને પ્રદેશબંધ કહે છે.
ઉપરોક્ત ચારે બંધમાં પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગના આધારે તેમજ સ્થિતિ અને અનુભાગ બંધ કષાયના આધારે થાય છે.
૩વરમ - ઉપક્રમ. તેનો અર્થ બે પ્રકારે થાય છે– (૧) ઉપક્રમ = હેતુ, જીવની જે વીર્ય-શક્તિથી કર્મઅંધ વિવિધ રૂપે પરિણત થાય તેને ઉપક્રમ કહે છે (૨) ઉપક્રમ = પ્રારંભ. કર્મસ્કંધની વિવિધ પરિણતિઓના પ્રારંભને પણ ઉપક્રમ કહે છે.
(૧) બંધન ઉપક્રમ:- કર્મબંધની ક્રિયામાં જીવની જે શક્તિ કારણભૂત બને તેને બંધન ઉપક્રમ કહે છે. બંધની જેમ તેના પણ ચાર પ્રકાર છે. પ્રકૃતિબંધમાં કારણભૂત શક્તિ વિશેષને પ્રકૃતિબંધ ઉપક્રમ કહે છે. તે રીતે સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ ઉપક્રમ સમજી લેવાં.
(૨) ઉદીરણા ઉપક્રમ :- અપવર્તનાકરણ દ્વારા નિશ્ચિત્ત સમય પહેલાં કર્મોને ઉદયમાં લાવવા તેને ઉદીરણા કહે છે. જીવની જે શક્તિ દ્વારા ઉદીરણા થાય તેને ઉદીરણા ઉપક્રમ કહે છે. તેના પણ પૂર્વવત્ ચાર ભેદ છે.
મૂળ પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિની ઉદીરણા કરવી તે પ્રકૃતિ ઉદીરણા છે. જે કર્મની સ્થિતિ ઉદયમાં છે તેની સાથે અનુદિત સ્થિતિને ઉદીરણા કરીને ભોગવી લેવી તે સ્થિતિ ઉદીરણા. તે રીતે ઉદિત અનુભાગ સાથે અનુદિત અનુભાગને, ઉદિત પ્રદેશો સાથે અનુદિત પ્રદેશોને ભોગવી લેવા, તેને ક્રમશઃ અનુભાગ અને પ્રદેશ ઉદીરણા કહે છે. જીવની જે શક્તિ દ્વારા આ ચારે ઉદીરણા થાય છે, તેને ક્રમશઃ તે તે ઉદીરણા ઉપક્રમ કહે છે.
(૩) ઉપશામન ઉપક્રમ - કર્મોને ઉદય કે ઉદીરણાને અયોગ્ય બનાવવા તેને ઉપશમ કહે છે. જીવના જે વીર્યથી કર્મનો ઉપશમ થાય તેને ઉપશમ ઉપક્રમ કહે છે. તેના પણ પ્રકૃતિ, સ્થિતિ આદિ પૂર્વવત્ ચાર ભેદ છે. મોહનીય કર્મનો જ ઉપશમ થાય છે. (૪) વિપરિણામ ઉપક્રમ - વિપરિણમન. કર્મની ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ, ઉદ્ધવર્તન, અપવર્તન