________________
[ ૩૮૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અલ્પબદુત્વ (૩) અનુભાવ અલ્પબદુત્વ (૪) પ્રદેશ અલ્પબદુત્વ.
७८ चउव्विहे संकमे पण्णत्ते, तं जहा- पगइसकमे, ठिइसकमे, अणुभावसंकमे, पएससंकमे । ભાવાર્થ – સંક્રમ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિ સંક્રમ (૨) સ્થિતિ સંક્રમ (૩) અનુભાવ સંક્રમ (૪) પ્રદેશ સંક્રમ. ७९ चउठिवहे णिधत्ते पण्णत्ते, तं जहा- पगइणिधत्ते ठिइणिधत्ते अणुभावणिधत्ते, पएसणिधत्ते । ભાવાર્થ :- નિધત્ત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) પ્રકૃતિ નિધત્ત (૨) સ્થિતિ નિધત્ત (૩) અનુભાવ નિધત્ત (૪) પ્રદેશ નિધત્ત. ८० चउव्विहे णिकायिए पण्णत्ते, तं जहा- पगइणिकायिए, ठिइणिकायिए, अणु- भावणिकायिए, पएसणिकायिए । ભાવાર્થ – નિકાચિત ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિ નિકાચિત (૨) સ્થિતિ નિકાચિત (૩) અનુભાવ નિકાચિત (૪) પ્રદેશ નિકાચિત.
વિવેચન :
પ્રસ્તુત દસ સૂત્રોમાં કર્મની અનેક અવસ્થાઓનું નિરૂપણ છે.
વંછે રળિ :- જે સમયે જીવ કર્મ પુદગલોને ગ્રહણ કરીને, પોતાની સાથે એકમેક કરે. તે જ સમયે તેમાં ચાર અંશ નિર્મિત થાય છે. તેથી કર્મબંધના ચાર પ્રકાર કહ્યા છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ. ટીકાકારે કર્મબંધની પ્રક્રિયાને મોદકના દષ્ટાંતથી સમજાવી છે.
પડવંછે - પ્રકતિબંધ. કર્મનો સ્વભાવ નિશ્ચિત્ત થવો તે. જેમ મોદકમાં મિશ્રિત થતાં ભિન્ન ભિન્ન દ્રવ્યોના આધારે તેનો સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. યથા- કોઈ મોદક વાતહર હોય, કોઈ પિત્તહર કે કફહર હોય વગેરે. તે રીતે કોઈ કર્મ જ્ઞાનને આવૃત્ત કરે, કોઈ દર્શનને આવૃત્ત કરે વગેરે.
આ રીતે કર્મમાં જ્ઞાન, દર્શન આદિને આવૃત્ત કરવાનો ભિન્ન ભિન્ન સ્વભાવ ઉત્પન્ન થાય તેને પ્રકૃતિબંધ કહે છે.
વિંધે :- સ્થિતિબંધ. કર્મની કાલમર્યાદા. જેમ મોદકની ૧૦–૧૫ દિવસની સ્થિતિ હોય છે. ત્યાર પછી તે વિકત થઈ જાય છે. તે રીતે કર્મની આત્મા સાથે રહેવાની ચોક્કસ કાળમર્યાદા હોય છે. ત્યાર પછી