________________
સ્થાન-૪ : ઉદ્દેશક-૨
નોંધ – પ્રતોમાં આ ચાર સૂત્રોમાંથી ક્રોધ વિષયક સૂત્ર પ્રસ્તુત સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં પ્રથમ સૂત્ર રૂપે ઉપલબ્ધ છે. ત્રણ કષાયનું વર્ણન અહીં છે. વાચનાંતરમાં ચારે કષાય ક્રમથી છે. તેથી ક્રોધ, માન, માયા અને લોભ તે ક્રમથી અહીં સૂત્રો ગ્રહણ કર્યાં છે. યથા– વાવનાન્તરે તુ પૂર્વ ોધમાન સૂત્રાણિ તતો માયા તોમ સૂત્રાળિ– વાચનાન્તરમાં પહેલા ક્રોધ–માનના સૂત્ર છે અને પછી માયા—લોભના સૂત્ર છે. –સ્થાનાગવૃતિ.
૩૮૫
સંસાર, આયુ અને ભવના ચાર-ચાર પ્રકાર :
६६ चडव्विहे संसारे पण्णत्ते, तं जहा- णेरइयसंसारे, तिरिक्खजोणियसंसारे, मणुस्ससंसारे, देवसंसारे ।
ભાવાર્થ :- સંસાર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિક સંસાર (૨) તિર્યંચયોનિક સંસાર (૩) મનુષ્ય સંસાર અને (૪) દેવ સંસાર.
६७ चउव्विहे आउए पण्णत्ते, तं जहा- णेरइयआउए, तिरिक्खजोणियआउए મનુસ્માત, રેવાડÇ |
ભાવાર્થ :- આયુષ્ય ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિક આયુષ્ય (૨) તિર્યંચયોનિક આયુષ્ય (૩) મનુષ્ય આયુષ્ય (૪) દેવ આયુષ્ય.
૬૮ ચસહેિ મને પળત્તે, તું બહા– ખેડ્વમવે, તિવિહગોળિયમવે, મનુલ્સમવે, દેવમવે ।
ભાવાર્થ :- ભવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નૈરયિકભવ (૨) તિર્યંચયોનિક ભવ (૩) મનુષ્ય ભવ અને (૪) દેવભવ.
વિવેચન :
ચવિષે સંસારે:- જીવ જેમાં પરિભ્રમણ કરે તે સંસાર. જીવ નરકાદિ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે માટે પ્રસ્તુત સૂત્રમાં નૈરયિક વગેરે ચાર પ્રકારના સંસાર કહ્યા છે.
આડમ્ :– જીવને કોઈપણ ગતિમાં મર્યાદિત કાળ સુધી રોકી રાખે તેને આયુષ્ય કહે છે. તે આયુષ્યકર્મના ઉદયે જીવ તે તે ગતિમાં ઉત્પન્ન થાય છે અને નિયતકાલ સુધીનું આયુષ્ય ભોગવે છે.
ભવ :- આયુષ્ય પ્રમાણે જેટલો કાલ જીવ એક ગતિમાં રહે, તે રહેવાના સમયને એક ભવ કહે છે. આ રીતે જીવ ચતુર્ગતિ રૂપ સંસાર ચક્રમાં પોતાના આયુષ્ય કર્મ પ્રમાણે ભવ કર્યા કરે છે.