________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
આ સંસારનો મૂલાધાર મોહ છે. મોહનું સહચારી આયુષ્ય છે. આયુષ્ય વિના જન્મ નહીં, જન્મ વગર શરીર નહીં, શરીર વિના ક્રિયા નહીં, ક્રિયા વિના કર્મ નહીં અને કર્મ વિના દુઃખ નહીં. તેથી દુ:ખનું મોહ . જાય, તો જ દુઃખ જાય.
મૂળ
ચાર પ્રકારનો આહાર :
૬૬ પબન્ને આહારે પળત્તે, તં નહીં- અસળે, પાળે, વાડ્મ, સામે ।
ભાવાર્થ :- ચાર પ્રકારના આહાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અશન (૨) પાન (૩) ખાદિમ (૪) સ્વાદિમ.
૩૮
७० चडव्विहे आहारे पण्णत्ते, तं जहा- उवक्खरसंपण्णे, उवक्खडसंपणे, सभावसंपण्णे, परिजुसियसंपणे ।
ભાવાર્થ :- આહાર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સંસ્કાર કરેલો આહાર (૨) રાંધેલો આહાર (૩) સ્વાભાવિક પાકેલા ફળ વગેરે (૪) કેટલોક સમય રાખીને તૈયાર કરેલો આહાર–અથાણા, મુરબ્બા વગેરે.
વિવેચન
:
આહાર – માનાિયતે ત્યાહાર:, જીવ દ્વારા આહત થાય, ગ્રહણ કરાય તે આહાર. (૧) અનાજ વગેરેને અશન (૨) પીવા યોગ્ય પેય પદાર્થને પાન (૩) મેવા–મીઠાઈને ખાદિમ (૪) મુખવાસને સ્વાદિમ કહે છે.
ભોજ્ય પદાર્થને તૈયાર કરવાની રીતની અપેક્ષાએ આહારના પુનઃ ચાર પ્રકાર બતાવ્યા છે– (૧) વવવર્– ઉપસ્કાર સમ્પન્ન– ઘી, તેલ આદિથી વઘારેલ અને મસાલેદાર આહાર. (૨) વવ૯૬ઉપસ્કૃત સમ્પન્ન- રાંધેલા ભાત આદિ જેમાં મીઠું ન નાંખ્યું હોય તેવો આહાર. (૩) સમાવ- સ્વભાવ સંપન્ન–સ્વભાવથી પાકેલા ફળાદિ. (૪) પરિવ્રુત્તિય- પર્યુષિત સંપન્ન, આથો વગેરે રાતવાસી રાખી તૈયાર કરેલો આહાર. કાંજીરસમાં રાખેલા આમ્રફળ, અથાણું, દહીં વગેરે.
કર્મબંધ અને ઉપક્રમના ભેદ-પ્રભેદ :
૭૨ પબ્લિહે વષે પળત્તે, તું બહા- પાવષે, વિષે, અનુમાવવષે, પક્ષ- વષે |
ભાવાર્થ :- બંધ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) અનુભાવબંધ (૪) પ્રદેશ બંધ.