________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
[ ૩૮૩ ]
(ર) મેષ વિષાણ સમાન અપ્રત્યાખ્યાની માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય. (૩) ગોમૂત્રિકા સમાન પ્રત્યાખ્યાનાવરણ માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય. (૪) અવલેહનિકા-છોઈ(છોલ) સમાન સંજવલન માયામાં પ્રવર્તમાન જીવ કાળ કરે તો દેવગતિમાં ઉત્પન્ન
થાય.
६५ चत्तारि वत्था पण्णत्ता,तं जहा-किमिरागरत्ते, कद्दमरागरत्ते, खंजणरागरत्ते, हलिद्दरागरत्ते । एवामेव चउव्विहे लोभे पण्णत्ते, तं जहा-किमिरागरत्तवत्थसमाणे, कद्दमरागरत्त वत्थसमाणे, खंजणरागरत्तवत्थसमाणे, हलिद्दरागरत्तवत्थसमाणे ।
किमिरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, णेरइएसु उववज्जइ। कद्दमरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, तिरिक्खिजोणिएसु उववज्जइ । खंजण रागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, मणुस्सेसु उववज्जइ । हलिद्द रागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ, देवेसु उववज्जइ । ભાવાર્થ :- ચાર પ્રકારના વસ્ત્ર અને તેની સમાન ચાર પ્રકારના લોભ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
લોભ (૧) કિરમજી રંગથી રંગાયેલું (૧) કિરમજી રંગી વસ્ત્ર સમાન [અનંતાનુબંધી] (૨) કર્દમથી રંગાયેલું (૨) કર્દમરંગીરક્ત વસ્ત્ર સમાન અિપ્રત્યાખ્યાની] (૩) ખંજનથી રંગાયેલું (૩) ખંજવરંગી વસ્ત્ર સમાન પ્રત્યાખ્યાનાવરણ]
(૪) હળદરથી રંગાયેલું (૪) હળદરરંગી વસ્ત્ર સમાન સંજવલન (૧) કિરમજીરંગી વસ્ત્ર સમાન અનંતાનુબંધી લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો નરકમાં ઉત્પન્ન થાય. (૨) કર્દમરંગી વસ્ત્ર સમાન અપ્રત્યાખ્યાની લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો તિર્યંચમાં ઉત્પન્ન થાય. | (૩) ખંજરંગી વસ્ત્ર સમાન પ્રત્યાખ્યાનાવરણ લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો મનુષ્યમાં ઉત્પન્ન
વસ
થાય.
(૪) હળદરરંગી વસ્ત્ર સમાન સંજવલન લોભમાં વર્તતો જીવ મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર કષાયના સ્વરૂપ અને તેના ફળનું વિશદ વર્ણન છે. કષાય આત્મવિકાસનો ઘાત કરે છે. તરતમતાની અપેક્ષાએ તેના ચાર-ચાર પ્રકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે. સમકિતના ઘાતક કષાયને અનંતાનુબંધી, દેશવિરતિના ઘાતક કષાયને અપ્રત્યાખ્યાની, સર્વ