________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૭૭
ગુણોથી યુક્ત હોય તે દક્ષિણા હોય અને પતિવ્રતા વગેરે ગુણવાળી હોય તે દક્ષિણાવર્ત છે. નિગ્રંથ-નિગ્રંથીના વાર્તાલાપના કારણો :५४ चउहिं ठाणेहिं णिग्गंथे णिग्गंथिं आलवमाणे वा संलवमाणे वा णाइक्कमइ, तं जहा- पथ पुच्छमाणे वा, पथ देसमाणे वा, असणं वा पाणं वा खाइम वा साइमं वा दलेमाणे वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा दलावेमाणे वा । ભાવાર્થ :- નિગ્રંથ ચાર કારણે નિર્ચથી સાથે આલાપ-સંલાપ કરવા છતાં નિગ્રંથાચારનું ઉલ્લંઘન કરતા નથી, તે આ પ્રમાણે છે– (૧) માર્ગ પૂછતાં (૨) માર્ગ બતાવતાં (૩) અશન, પાન, ખાધ અને સ્વાદ્ય દેતાં (૪) ગુહસ્થોના ઘરેથી અશન, પાન, ખાધ અને સ્વાદ્ય અપાવતાં વાર્તાલાપ કરી શકે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વી વચ્ચેના વાર્તાલાપના કારણ રજૂ કર્યા છે. જે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. કારણ વિના સાધુ સાધ્વી પરસ્પરના અતિ સંપર્કથી દૂર રહેવા માટે વાર્તાલાપ કરતા નથી. અહીં ચોથા સ્થાનના કારણે ચાર કારણનું કથન કર્યું છે. સ્વાધ્યાય, આલોચના આદિ માટે પણ સાધુ-સાધ્વી પરસ્પર વાર્તાલાપ કરી શકે છે.
વિહારમાં ક્યારેક બંને સામસામે મળી જાય અને માર્ગ પૂછવાનો અથવા રોગ આદિ કારણે આહારાદિના આદાન પ્રદાનનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે પરસ્પર વાતચીત થાય છે. વગર કારણે તેઓ આહારાદિનું આદાન-પ્રદાન કરતા નથી.
તમસ્કાયનાં નામો :
५५ तमुक्कायस्स णं चत्तारि णामधेज्जा पण्णत्ता, तं जहा- तमेइ वा, तमुक्काए-इवा, अंधकारेइ वा, महंधकारेइ वा । ભાવાર્થ - તમસ્કાયના ચાર નામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તમ (૨) તમસ્કાય (૩) અંધકાર (૪) મહાન્ધકાર. ५६ तमुक्कायस्स णं चत्तारि णामधेज्जा पण्णत्ता, तं जहा- लोयंधगारेइ वा, लोगतमसेइ वा, देवंधगारेइ वा देवतमसेइ वा । ભાવાર્થ :- તમસ્કાયના ચાર નામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) લોકાન્ધકાર (૨) લોકતમ (૩) દેવાન્ધકાર (૪) દેવતમ.