________________
[ ૩૭૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧)
५७ तमुक्कायस्स णं चत्तारि णामधेज्जा पण्णत्ता, तं जहा- वातफलिहेइ वा, वातफलिहखोभेइ वा, देवरण्णेइ वा, देववूहेइ वा । ભાવાર્થ :- તમસ્કાયના ચાર નામ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વાતપરિઘ (૨) વાતપરિઘક્ષોભ (૩) દેવારણ્ય (૪) દેવભૂહ. ५८ तमुक्काए णं चत्तारि कप्पे आवरित्ता चिट्ठइ, तं जहा- सोहम्मीसाणं सणकुमार माहिंदं । ભાવાર્થ :- તમસ્કાય ચાર કલ્પોને ઘેરાઈને સ્થિત છે, તે આ પ્રમાણે છે– (૧) સૌધર્મ કલ્પ (૨) ઈશાન કલ્પ (૩) સનસ્કુમાર કલ્પ (૪) મહેન્દ્ર કલ્પ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તમસ્કાયનું નિરૂપણ છે. અપકાયના પરિણમન રૂ૫ અંધકારને તમસ્કાય કહે છે. જંબૂદ્વીપથી અસંખ્યાતમાં અરૂણોદય સમુદ્રમાં ૪૨ હજાર યોજન અંદર ગયા પછી ત્યાંથી એક સરખી વિસ્તૃત ગોળાકાર અંધકારની એક શ્રેણી ઉપર ઊઠે છે. જે ૧૭૨૧ યોજન ઊંચે જઈને, તિરછાભાગમાં વિસ્તૃત થાય છે અને સૌધર્માદિ ચારે દેવલોકને ઘેરીને, પાંચમાં દેવલોકના રિષ્ટ નામના વિમાન સુધી જાય છે. તે પાણીમય પદાર્થ છે, તેના પુગલ અંધકારમય છે, તેથી તેને તમસ્કાય કહે છે.
શ્રી ભગવતી સૂત્રમાં તમસ્કાયના ૧૩ નામનું કથન છે. અહીં ચોથા સ્થાનમાં ત્રણ સૂત્રોમાં સૂત્રકારે ચાર-ચાર નામનું કથન કરીને કુલ ૧૨ નામ કહ્યા છે. તેનું તેરમું નામ અરુણોદક સમુદ્ર છે.
ચાર નામ સામાન્ય અંધકારના અને બીજા ચાર નામ મહાન્ધકારના વાચક છે. લોકમાં તેની સમાન અત્યંત કાળો બીજો પદાર્થ નથી તેથી તેને લોકત્તમ અને લોકાલ્પકાર કહે છે. બલવાન દેવોથી ભયભીત બની, બીજા દેવ તેમાં છુપાઈ જાય છે, તેથી લોકાર્ધકાર નામ સાર્થક છે. દેવો તથા તેમના વસ્ત્ર અને આભૂષણોની દિવ્ય પ્રભા પણ તે તમસ્કાયમાં નષ્ટ થઈ જાય છે, તેથી દેવતમ અને દેવાન્ધકાર નામ સાર્થક છે.
તે તમસ્કાયમાં વાયુ પણ પ્રવેશ કરી શક્તો નથી, તેથી તેને વાતપરિઘ અને વાતપરિઘ ક્ષોભ કહે છે. શ્રી ભગવતી સૂત્રમાં વાતપરિઘ અને વાતપરિઘ ક્ષોભના સ્થાને દેવપરિઘ અને દેવપરિઘક્ષોભ નામ છે. દેવો માટે પણ તે દુર્ગમ છે. તેથી તેને દેવારણ્ય અને દેવભૂહ કહે છે. અયોગ્ય સાધકોની ચાર અવસ્થાઓ :५९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- संपागडपडिसेवी णाममेगे,