________________
૩૭૬ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
સ્વાર્થી. વામાવર્ત એટલે વિપરીત આચરણ કરનાર. દક્ષિણ એટલે સમકિતી, આસ્તિક, પરાર્થી, અનુકૂળ ગુણવાન અને દક્ષિણાવર્ત એટલે શુભ આચરણ કરનાર. કેટલાક પુરુષ વામ એટલે પ્રકૃતિથી વક્ર હોય અને વામાવર્ત એટલે પ્રવૃત્તિથી પણ વક્ર હોય છે વગેરે ભંગ સમજવા. વનસંડા - વનખંડ એટલે ઉદ્યાન. વનખંડના મુખ્ય બે પ્રકાર છે. (૧) જે વનમાં હિંસક જંતુઓ અને ચોર-ડાકુઓ રહેતાં હોય, કાંટા હોય, ફળફૂલ ન હોય, ઉજ્જડ હોય તે વામ વન–ખંડ કહેવાય. (૨) જે આકર્ષક, મનમોહક હોય, તપસ્વી અને યોગીજનોનું તપોવન હોય તે વનખંડ દક્ષિણ કહેવાય. તે પ્રત્યેક વનખંડ બે પ્રકારના છે. વામાવર્ત અને દક્ષિણાવર્ત.
પુરુષની તુલના વનખંડ સાથે કરવામાં આવી છે. નાસ્તિકને વામ અને આસ્તિકને દક્ષિણ કહે છે. અશુભમાં પ્રવૃત્તને વામાવર્ત અને શુભમાં પ્રવૃત્તને દક્ષિણાવર્ત કહે છે. ધૂમસદ - ધૂમશિખા = ધૂમ્રશ્રેણી, ધૂમાડાની શેર. અહીં જે ધૂમાડો પ્રતિકૂળ હોય તેને વામ અને ડાબી બાજ વળાંક લેતો હોય તેને વામાવર્તા કહે છે. સ્ત્રીપક્ષમાં વામા = પ્રતિકૂળ સ્વભાવવાળી સ્ત્રી અને વામાવર્તા = વિપરીત આચરણવાળી સ્ત્રી.
શંખ શબ્દ પુલિંગ છે તેથી સૂત્રમાં તેની સાથે ચાર પ્રકારના પુરુષનું કથન કર્યું છે અને ધૂમશિખા સ્ત્રીલિંગ વાચી શબ્દ છે તેથી તેની સાથે ચાર પ્રકારની સ્ત્રીનું કથન કર્યુ છે. મલિન સ્વભાવની સમાનતાના આધારે સ્ત્રી માટે ધૂમશિખાનું દષ્ટાંત આપ્યું છે.
જાતિe - ઊપર ઊઠતી અગ્નિની જવાળાઓને અગ્નિશિખા કહે છે. અગ્નિશિખા મૂલતઃ બે પ્રકારની છે. (૧) ચિત્તામાંથી નીકળતી અપવિત્ર અગ્નિને વામા અને (૨) હવનકુંડમાંથી નીકળતી પવિત્ર અગ્નિ- શિખાને દક્ષિણા કહે છે. જેની શિખા ડાબી બાજુ વળાંક લે તે વામાવર્ત અને જમણી બાજુ વળાંક લે તે દક્ષિણાવર્ત કહેવાય છે. અગ્નિ પ્રકાશ પણ આપે છે અને તાપ પણ આપે છે.
જ્યોતિ પ્રકાશ આપે અને જ્વાળા બાળે છે. તે રીતે જે સ્ત્રી સ્વ–પરને, પિતૃકુળ તથા શ્વસુરકુળને પ્રકાશિત કરે છે, તે જ્યોતિ સમાન છે અને જે બાળે, સંતાપ આપે, બીજાના વિકારોને ઉત્તેજિત કરે, શાંત મનને ક્રોધિત કરે, તે જ્વાળા સમાન છે અને કનિષ્ઠ છે. અગ્નિશિખાની જેમ તાપ યુક્ત હોવાથી સ્ત્રી માટે અગ્નિશિખાનું દષ્ટાંત યોજ્યું છે. વાયમંડાયા - વાતમંડલિકા અર્થાત્ વંટોળ. તે જ્યારે નુકશાન કરે ત્યારે વામાં અને મનમોહક અને સુખદ હોય ત્યારે દક્ષિણા કહેવાય. શુકનની દષ્ટિએ વામાવર્ત વાતમંડલિકા અશુભ અને દક્ષિણાવર્ત વાતમંડલિકા શુભસૂચક છે. તે સ્વભાવે ચપળ હોય છે.
વાત મંડલિકા સમાન ચાર પ્રકારની સ્ત્રીઓ છે– જે સ્ત્રી કુટિલ હોય તે વામા અને સ્વૈરવિહારી હોય તે વામાવર્ત કહેવાય. જે સ્ત્રી દુષ્ટ સ્વભાવવાળી હોય તે વામા પરંતુ પતિવ્રતા હોય તે દક્ષિણાવર્તા છે. જે સ્ત્રી કલાચાતુર્યથી સંપન્ન હોય તે દક્ષિણા પરંતુ સ્વૈરવિહારી હોય તે વામાવર્ત છે. જે સ્ત્રી ચાતુર્ય આદિ