________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૭૫ ]
|५१ चत्तारि अग्गिसिहाओ पण्णत्ताओ, तं जहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो । एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારની અગ્નિશિખા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રી કહી છે, તે આ પ્રમાણે છે– વામા–વામાવર્તા અગ્નિશિખા તથા સ્ત્રીના ચાર-ચાર ભંગ કહેવા. ५२ चत्तारि वायमंडलिया पण्णत्ता,तंजहा-वामा णाममेगा वामावत्ता, चउभंगो। एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तंजहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારની વાત માંડલિકા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રી કહી છે, તે આ પ્રમાણે છે- વામાં–વામાવર્તા વાત માંડલિકા તથા સ્ત્રીના ચાર–ચાર ભંગ કહેવા. ५३ चत्तारि वणसंडा पण्णत्ता, तं जहा- वामे णाममेगे वामावत्ते, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- वामे णाममेगे वामावत्ते, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના વનખંડ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેવામ–વામાવર્ત વનખંડ તથા પુરુષના ચાર-ચાર ભંગ કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શંખ અને વનખંડોની જેમ ચાર-ચાર પ્રકારના પુરુષ કહ્યા છે અને ધૂમશિખા, અગ્નિ શિખા તથા વંટોળિયાની જેમ ચાર-ચાર પ્રકારની સ્ત્રીનું કથન છે.
સંg :- શંબૂકનો અર્થ છે શંખ. શંખના અનેક પ્રકારમાં મુખ્ય બે પ્રકાર છે– ડાબો અને જમણો. અનુકૂળ સ્વભાવવાળો શંખ દક્ષિણ શંખ-જમણો શંખ કહેવાય છે. પ્રતિકૂળ સ્વભાવવાળો શંખ વામ શંખ ડાબો શંખ કહેવાય છે. મંગલકાર્યમાં દક્ષિણ (જમણો) શંખ વગાડવો શ્રેષ્ઠ મનાય છે. અમંગલકાર્યમાં ડાબો શંખ વગાડાય છે.
વામશંખ બે પ્રકારના છે, વામાવર્ત અને દક્ષિણાવર્ત. તે જ રીતે દક્ષિણશંખ પણ બે પ્રકારના છે– દક્ષિણાવર્ત અને વામાવર્ત. જે શંખનો ડાબી તરફ વળાંક હોય, આવર્તની શરૂઆત ડાબી તરફથી થતી હોય તે વામાવર્ત કહેવાય છે. જે આવર્તનો વળાંક જમણી બાજુ હોય અને આવર્તની શરૂઆત જમણી તરફથી થતી હોય તે દક્ષિણાવર્ત કહેવાય છે. તેમાં વામ અને વામાવર્ત એ નિકૃષ્ટ ગણાય છે. દક્ષિણ અને દક્ષિણાવર્ત, તે શ્રેષ્ઠ ગણાય છે. શેષ શંખ મધ્યમ શ્રેણીમાં ગણાય છે. રિસનાયા :- પુરુષ વિષે વામ એટલે પ્રકૃતિથી વક્ર, મિથ્યાદૃષ્ટિ, નાસ્તિક, પ્રતિકૂળ ગુણવાન,