________________
૩૭૪ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઉપદ્રવ યુક્ત હોય તો તે માર્ગ ક્ષેમ–અક્ષેમ માર્ગ કહેવાય. તે જ રીતે શેષભંગ સમજવા. તેમને :- ક્ષેમ૩૫. કોઈ માર્ગનિરુપદ્રવ હોવાથી ભાવની અપેક્ષાએ ક્ષેમ હોય અને આકૃતિ-સ્વરૂપની અપેક્ષાએ ક્ષેમરૂપ હોય તો કોઈ માર્ગ નિરુપદ્રવ હોવાથી ક્ષેમ હોય પણ અક્ષેમ આકારવાળો હોવાથી અક્ષેમરૂપ હોય. અન્યભંગ પણ આ પ્રમાણે સમજવા. પુરુષપક્ષમાં - કેટલાક પુરુષ ક્રોધાદિ ઉપદ્રવથી રહિત હોવાથી ક્ષેમ હોય અને પછી પણ ક્ષેમ જ રહે તો કેટલાક પુરુષ પહેલા ક્ષેમ હોય પછી ક્રોધાદિના કારણે અક્ષમ બની જાય વગેરે. બીજી ચૌભંગીમાં રૂપ એટલે આકાર. સાધુનો દ્રવ્યવેષ ક્ષેમરૂપ છે અને ભાવ સાધુપણુ પણ ક્ષેમરૂપ છે. દ્રષ્ટાંત સહિત ચૌભંગી :- (૧) કેટલાક દ્રવ્યલિંગથી ક્ષેમ હોય અને ક્રોધાદિ કષાયના અભાવમાં ક્ષેમરૂપ રહે છે. જેમ કે સુસાધુ. (૨) કેટલાક ભાવથી ક્ષેમ હોય પણ મિથ્યાત્વી રાજાના નિમિત્તે વેષ છોડવો પડે તો અક્ષેમરૂપ બની જાય. (૩) કેટલાક ભાવથી અક્ષમ હોય પણ દ્રવ્યલિંગ અપેક્ષાએ ક્ષેમરૂપ હોય. જેમ કે– નિતવ. (૪) કેટલાક ભાવથી અક્ષમ હોય અને દ્રવ્યથી અક્ષમ રૂપ હોય. ગૃહસ્થ, અન્ય તીર્થિકવતું. શંખ ધૂમાદિ તથા પુરુષ-સ્ત્રીની ચૌભંગી :
४९ चत्तारि संबुक्का पण्णत्ता,तं जहा- वामे णाममेगे वामावत्ते, वामे णाममेगे दाहिणावत्ते, दाहिणे णाममेगे वामावत्ते, दाहिणे णाममेगे दाहिणावत्ते ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- वामे णाममेगे वामावत्ते, वामे णाममेगे दाहिणावत्ते, दाहिणे णाममेगे वामावत्ते, दाहिणे णाममेगे दाहिणावत्ते। ભાવાર્થ :- ચાર પ્રકારના શંખ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેશંખ
પુરુષ (૧) વામ–વામાવર્ત
(૧) વામ-વામાવર્ત (૨) વામ-દક્ષિણાવર્ત
(૨) વામ–દક્ષિણાવર્ત (૩) દક્ષિણ–વામાવર્ત
(૩) દક્ષિણ–વામાવર્ત | (૪) દક્ષિણ-દક્ષિણાવર્ત
(૪) દક્ષિણ-દક્ષિણાવર્ત ५० चत्तारि धूमसिहाओ पण्णत्ताओ,तंजहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो। एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तंजहा- वामा णाममेगा वामावत्ता, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારની ધૂમશિખા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહી છે, તે આ પ્રમાણે છે– વામા–વામાવર્તા ધૂમશિખા તથા સ્ત્રીના ચાર–ચાર ભંગ કહેવા.