________________
સ્થાન–૪: ઉદ્દેશક–૨
૩૭૪
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- खेमे णाममेगे खेमे, खेमे णाममेगे अखेमे, अखेमे णाममेगे खेमे, अखेमे णाममेगे अखे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના માર્ગ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ માર્ગ પ્રારંભમાં ક્ષેમ (ઉપદ્રવ રહિત) હોય અને પછી પણ ક્ષેમ રહે. (૨) કોઈ માર્ગ પ્રારંભમાં ક્ષેમ હોય અને પછી અક્ષેમ હોય. (૩) કોઈ માર્ગ પ્રારંભમાં અક્ષેમ હોય અને પછી ક્ષેમ હોય. (૪) કોઈ માર્ગ પ્રારંભમાં અક્ષેમ હોય અને પછી પણ અક્ષેમ રહે.
તેજ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પહેલાં ક્ષેમ (કષાય રહિત) હોય અને પછી પણ ક્ષેમ રહે. (૨) કોઈ પુરુષ પહેલાં ક્ષેમ (કષાય રહિત) હોય અને પછી અક્ષેમ થઈ જાય. (૩) કોઈ પુરુષ પહેલાં અક્ષેમ (કષાય સહિત) હોય અને પછી ક્ષેમ થઈ જાય. (૪) કોઈ પહેલાં અક્ષેમ (કષાય સહિત) હોય અને પછી પણ અક્ષેમ રહે.
પુરુષ
४८ चत्तारि मग्गा पण्णत्ता, तं जहा- खेमे णाममेगे खेमरूवे, खेमे णाममेगे अखेमरूवे, अखेमे णाममेगे खेमरूवे, अखेमे णाममेगे अखेमरुवे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा - खेमे णाममेगे खेमरूवे, खेमे णाममेगे अखेमरूवे, अखेमे णाममेगे खेमरूवे, अखेमे णाममेगे अखेमरूवे । ભાવાર્થ :- ચાર પ્રકારના માર્ગ એ તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે—– પુરુષ
માર્ગ
(૧) ક્ષેમ—ક્ષેમરૂપ.
(૧) ક્ષેમ—ક્ષેમરૂપ પુરુષ. (૨) ક્ષેમ–અક્ષેમરૂપ પુરુષ.
(૨) ક્ષેમ–અક્ષેમરૂપ.
(૩) અક્ષેમ—ક્ષેમરૂપ.
(૩) અક્ષેમ–ક્ષેમરૂપ પુરુષ. (૪) અક્ષેમ–અક્ષેમરૂપ પુરુષ.
(૪) અક્ષેમ–અક્ષેમરૂપ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ક્ષેમ, અક્ષેમ, ક્ષેમરૂપ, અક્ષેમરૂપ માર્ગ અને પુરુષની ચાર ચૌભંગીનું કથન છે. ક્ષેમનો અર્થ છે કલ્યાણકારી, નિરુપદ્રવી અથવા ક્ષમાદિ ગુણને ક્ષેમ કહે છે. ક્રોધાદિ કષાય, મિથ્યાત્વ વગેરે અપ્રશસ્ત, અકલ્યાણકારક છે, સંસાર ભ્રમણ વધારનાર છે તેથી તેને અક્ષેમ કહે છે.
માર્ગ પક્ષમાં ઃ— જે માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત હોય અને પછી પણ અંત સુધી ઉપદ્રવ રહિત જ હોય તો તે 'ક્ષેમ—ક્ષેમ' માર્ગ કહેવાય છે. અથવા જે માર્ગની ઉપદ્રવ રહિત રૂપે પ્રસિદ્ધ હોય અને વાસ્તવમાં પણ તે ઉપદ્રવ રહિત જ હોય તો તે 'ક્ષેમ ક્ષેમ' કહેવાય. જે માર્ગ પ્રારંભમાં નિરુપદ્રવ હોય પણ પછી