________________
૩૭૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
આત્મનિગ્રહનો અર્થ છે– પોતાના આત્માને, વિષયમાં જતી ઈદ્રિયોને અને દુર્નયામાં પ્રવૃત્ત પોતાની જાતને રોકવી. કેટલાક મનુષ્યો સ્વનો નિગ્રહ કરે, કેટલાક પરનો નિગ્રહ કરે અને કેટલાક સ્વ–પરનો નિગ્રહ કરવામાં સમર્થ હોય છે. કેટલાક સ્વ-પર બંનેના નિગ્રહમાં અસમર્થ હોય છે. સ્વનો નિગ્રહ કરનાર 'આત્મ અલમસ્તુ' અને અન્યનો નિગ્રહ કરે તે પર અલમસ્તુ' કહેવાય છે. બાજુ-વક માર્ગ તથા પુરુષની ચૌભંગી :
४६ चत्तारि मग्गा पण्णत्ता, तं जहा- उज्जू णाममेगे उज्जू, उज्जू णाममेगे वंके, वंके णाममेगे उज्जू, वंके णाममेगे वंके ।।
___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- उज्जू णाममेगे उज्जू, उज्जू णाममेगे वंके, वंके णाममेगे उज्जू, वंके णाममेगे वंके । ભાવાર્થ :- ચાર પ્રકારના માર્ગ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છેમાર્ગ
પુરુષ (૧) ઋજુ-ઋજુ
(૧) ઋજુ-ઋજુ (૨) ઋજુ-વક્ર
(૨) ઋજુવક (૩) વક્ર-ઋજુ
(૩) વક્ર-ઋજુ (૪) વક્ર–વક્ર
(૪) વક્ર–વક્ર વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માર્ગ અને પુરુષની ઋજુતા અને વક્રતા દર્શાવી છે. ઋજુનો અર્થ સરળ, સીધો અને વક્રનો અર્થ કુટિલ, વાંકોચૂકો છે. માર્ગ પક્ષમાં - કેટલાક માર્ગ પ્રારંભમાં સરળ–સીધા હોય અને પછી અંત સુધી પણ સીધા હોય તેને
જુ–ઋજુ કહેવાય અથવા જે માર્ગ ઉપરથી દેખાવમાં સરળ લાગતા હોય અને તેના ઉપર ચાલતા, પરિચયમાં પણ સરળ હોય તે ઋજુ-ઋજુ માર્ગ કહેવાય. તે જ પ્રમાણે કેટલાક પુરુષ પહેલા સરળ હોય અને પછી પણ સરળ રહે અથવા ઉપરથી સરળ દેખાતા પુરુષ અંદરથી પણ સરળ હોય તો તે ઋજુ–2જુ કહેવાય. આ જ રીતે શેષ ભંગ જાણવા. ક્ષેમ-અક્ષેમ માર્ગ તથા પુરુષની ચૌભંગીઓ :४७ चत्तारि मग्गा पण्णत्ता, तं जहा- खेमे णाममेगे खेमे, खेमे णाममेगे अखेमे, अखेमे णाममेगे खेमे, अखेमे णाममेगे अखेमे ।