________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૭૧
કહે છે. દુરાચરણ પ્રત્યેના કુત્સિત ભાવને ગર્તા કહે છે. ગર્તા પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર છે. પ્રસ્તુત સૂત્રમાં અનેક પ્રકારની માનસિક ગર્તા દર્શાવી છે. (૧) ૩૫%ામિત્તે રદ :- દોષોના નિવેદન માટે, ગુરુની પાસે જાઉં તેવો વિચાર પણ એક પ્રકારની ગહ છે અને હું અતિચારોને છોડું' આવી દોષની સ્વીકૃતિ, અનુભૂતિ પણ એક પ્રકારની ગર્તા છે. (૨) વિરતિનિચ્છાનિત્તિ રદ – શંકા ન કરવા યોગ્ય એવા જિન ભાષિત તત્ત્વો પ્રત્યે કે ગુરુ પ્રત્યે મેં શંકા કરી, આ પ્રકારની સ્વીકૃતિ પણ એક પ્રકારની ગહ છે. (૩) ગં વિવિ મિચ્છામિત્તેT RT -દોષનું સેવન કર્યું છે તે મિથ્યા થાઓ, આ રીતે પ્રતિક્રમણ કરવું પણ એક ગર્તા છે.
પUTI IRહા :- પોતાના દોષ ઢાંકવા 'આ રીતે પણ શાસ્ત્રમાં કહ્યું છે અથવા મને ગુરુદેવે આ રીતે સમજાવ્યું છે' આ પ્રમાણે હું ઉસૂત્ર પ્રરૂપક છું, આ પ્રકારની આત્મ સ્વીકૃતિ પણ એક ગર્તા છે. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સર્વત્ર આત્મદોષ સ્વીકૃતિ રૂપ ગહનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. સ્વ-પર નિગ્રહના સાચ્ચર્યની ચૌભંગી :४५ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे अलमंथू भवइ णो परस्स, परस्स णाममेगे अलमंथू भवइ णो अप्पणो, एगे अप्पणो वि अलम) भवइ परस्स वि, एगे णो अप्पणो अलमथू भवइ णो परस्स । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ આત્મનિગ્રહમાં સમર્થ હોય પણ પરનિગ્રહમાં અસમર્થ હોય. (૨) કોઈ પરનિગ્રહમાં સમર્થ હોય પણ આત્મનિગ્રહમાં અસમર્થ હોય. (૩) કોઈ આત્મનિગ્રહમાં સમર્થ હોય અને પરનિગ્રહમાં પણ સમર્થ હોય. (૪) કોઈ આત્મનિગ્રહમાં અસમર્થ હોય અને પરનિગ્રહમાં પણ અસમર્થ હોય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વ–પરનિગ્રહનું સામર્થ્ય દર્શન છે. અનમતુ = સમર્થ હોય છે. તેના બે પ્રકાર છે– (૧) આત્મ દમન કરવામાં સમર્થ (૨) પોતાના દરેક કાર્ય કરવામાં સમર્થ. ભાવાર્થમાં પ્રથમ અર્થની અપેક્ષાએ ચૌભંગી કહી છે.
બીજી ચૌભગી - (૧) કોઈ પુરુષ પોતાના દરેક કાર્ય કરવા સમર્થ હોય પરંતુ બીજાના કાર્યમાં નહીં. (૨) કોઈ બીજાના કાર્યો કરવા સમર્થ હોય છે પરંતુ પોતાના કાર્યો કરી શકતો નથી. (૩) કોઈ સ્વ-પર બંનેના કાર્યો કરવા સમર્થ હોય છે. (૪) કોઈ સ્વ–પર બંનેના કાર્યો કરવા અસમર્થ હોય છે.