________________
| ૩૬૮ |
શ્રી કાણાગ સૂત્ર-૧
સુત્ર શતક ૧ ઉદ્દેશક ૬માં પણ લોક સંસ્થિતિ આઠ પ્રકારની કહી છે. અહીં ચોથા સ્થાનના કારણે ચાર પ્રકારની લોકસ્થિતિનું કથન છે. આકાશ, વાયુ, પાણી, પૃથ્વી અને ચરાચર પ્રાણીને અનુલક્ષીને આધાર આધેયનું કથન છે. લોકમાં ચરાચર પ્રાણી પૃથ્વીના આધારે રહે છે. આ દશ્યમાન પૃથ્વી ઘનોદધિ (સઘનજલ)ના આધારે સ્થિત છે. તે ઘનોદધિ ક્રમશઃ ઘનવાન અને તનુવાત રૂપ વાયુના આધારે છે અને તે વાયુ આકાશના આધારે છે. તે આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેને અન્ય કોઈ આધારની જરૂર નથી. ચરાચર પ્રાણી પૃથ્વીના આધારે રહે છે. આ કથન સ્કૂલ અને મુખ્ય દષ્ટિએ છે. સૂક્ષ્મ જીવો સંપૂર્ણ લોકમાં છે તેને પૃથ્વીના આધારની આવશ્યકતા હોતી નથી. વાયુના જીવોને પણ પૃથ્વીના આધારની આવશ્યકતા નથી.
(૧) લોકમાં ઘનવાયુ અને તનવાયુ આકાશ પ્રતિષ્ઠિત છે અર્થાત્ આકાશના આધારે સ્થિત છે. (૨) ઘનોદધિ (ઘનરૂપ પાણી) વાયુના આધારે સ્થિત છે. (૩) પૃથ્વીઓ ઘનોદધિના આધારે સ્થિત છે. (૪) ત્રણ-સ્થાવર જીવો પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
સ્વામી-સેવકરૂપ ચાર પ્રકારના પુરુષ :४० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- तहे णाममेगे, णोतहे णाममेगे, सोवत्थी णाममेगे, पहाणे णाममेगे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તથાપુરુષ (૨) નોતથાપુરુષ (૩) સૌવસ્તિકપુરુષ (૪) પ્રધાનપુરુષ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વામી, સેવક આધારિત પુરુષના ચાર પ્રકાર કહ્યા છે.
(૧) તથાપુરુષ- તથા એટલે આજ્ઞાનો સ્વીકાર. જે સેવકો સ્વામીના આદેશને 'તહત્તિ' વચન બોલી સ્વીકારે છે અને તદનુરૂપ કાર્ય કરે છે તે. (૨) અતથાપુરુષ– જે સેવકો અતથા = અતથા છે અર્થાત્ આજ્ઞાનો સ્વીકાર કરતા નથી તે. (૩) સૌવસ્તિક પુરુષ– જે સેવક સ્વામીની માત્ર સ્તુતિ કરે,
પલવાચક શબ્દનું ઉચ્ચારણ કરે તે. (૪) પ્રધાનપુરુષ- જે સ્વામી કે રાજા હોય તે. રવ-પર કર્મનો અંત કરનારની ચૌભંગી :४१ चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा- आयंतकरे णाममेगे णो परंतकरे, परंतकरे णाममेगे णो आयंतकरे, एगे आयंतकरेवि परंतकरेवि, एगे णो आयंतकरे णो परंतकरे । ભાવાર્થ - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સ્વકર્મનો અંત કરે છે