________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૬૭ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વાધ્યાય કાળનું તથા સ્વાધ્યાય નિષેધકાળનું વર્ણન છે.
આચારાંગસૂત્ર આદિના મૂળપાઠના પઠન, પાઠન અને પર્યટનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. ચાર મહાપ્રતિપદાના દિવસે તેમજ ચાર સંધ્યાકાળમાં સ્વાધ્યાયનો નિષેધ છે અને ચાર પૂર્વાહ્નાદિ કાળમાં સ્વાધ્યાય કરવાનું વિધાન છે.
મહાપાડિવા :- અષાઢી પૂર્ણિમા, આસો પૂર્ણિમા, કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમા, આ ચાર મહા મહોત્સવના દિવસો છે. તે મહોત્સવ ઉજવાયા પછી આવતી પ્રતિપદાને(એકમ)મહાપ્રતિપદા કહેવાય છે. જન સાધારણમાં આ ચાર મહોત્સવ કોઈને કોઈ પ્રકારે પ્રચલિત હોય છે. પરંતુ કોઈ સમયે તેનું મહત્ત્વ વધારે હોય તો કોઈ સમયે ઓછું થઈ જાય છે. (૧) ઈન્દ્ર મહોત્સવ આસો પૂર્ણિમાના દિવસે હોય છે. (૨) સ્કંધ મહોત્સવ કાર્તિક પૂર્ણિમાના દિવસે હોય છે. (૩) યક્ષ મહોત્સવ ચૈત્રી પૂર્ણિમાના દિવસે હોય છે. (૪) ભૂત મહોત્સવ અષાઢી પૂર્ણિમાના દિવસે હોય છે. આ મહોત્સવ બીજા દિવસ સુધી પણ ચાલે છે. દેવી દેવોનું આવાગમન થતું રહે છે. માટે આ બે દિવસ અસ્વાધ્યાયના કહ્યા છે. આ ઉત્સવોમાં ભેગા થયેલા લોકો મદિરાપાન કરી, પોત-પોતાની પરંપરા અનુસાર ઈન્દ્રાદિની પૂજા કરે છે. ઉત્સવના બીજા દિવસે પોતાના મિત્રાદિકોને બોલાવી મદિરા-પાન પૂર્વક ભોજન કરે અને કરાવે છે. તે મદિરાથી ઉન્મત્ત લોકો સાધુને સ્વાધ્યાય કરતા જોઈ કે સાંભળી, ઉપદ્રવ કરે તેવી સંભાવનાના કારણે આવા ઉત્સવના દિવસે સ્વાધ્યાય ન કરવો.
પ્રદોષકાળ = રાત્રિનો પ્રથમ પ્રહર. પ્રત્યુષકાળ = રાત્રિનો અંતિમ પ્રહર. સંધ્યાકાલ છોડી બાકીના સમયમાં સ્વાધ્યાય કરવાની આ સૂત્રમાં આજ્ઞા છે. સૂત્રોક્ત ચારે પ્રહર સ્વાધ્યાય માટે ઉત્તમ
કાલ છે.
ચાર પ્રકારની લોક સંસ્થિતિ :३९ चउव्विहा लोगट्टिई पण्णत्ता तं जहा- आगासपइट्ठिए वाए, वायपइट्ठिए उदधी, उदधिपइट्ठिया पुढवी, पुढविपइट्ठिया तसा थावरा पाणा । ભાવાર્થ :- લોકસ્થિતિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) વાયુ(તનુવાત–ઘનવાત) આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. (૨) ઘનોદધિ વાયુ પર પ્રતિષ્ઠિત છે. (૩) પૃથ્વી ઘનોદધિ પર પ્રતિષ્ઠિત છે. (૪) ત્રસ અને સ્થાવર જીવ પૃથ્વી પર પ્રતિષ્ઠિત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકસ્થિતિનું વર્ણન છે. ક્ષેત્રરૂપ લોકની વ્યવસ્થાને લોક સ્થિતિ કહે છે. ભગવતી