________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
विवेग विउस्सग :– વિવેક = અશુદ્ધભાવોને છોડી, શરીર અને આત્માની ભિન્નતા સ્વીકારવી. શુદ્ધાશુદ્ધ આહારમાંથી અશુદ્ધ આહારના ત્યાગ કરવારૂપ વિવેક કરવો. વ્યુત્સર્ગ = ઈંદ્રિયોને સંયમિત કરવી, કાયાના મમત્વને છોડી કાયોત્સર્ગ કરવો. આ વિવેક અને વ્યત્સર્ગ જ્ઞાનોત્પત્તિમાં સહાયક થાય છે. पुव्वरत्तावररत्तकाल :- પૂર્વરાત્રિ અને અપરરાત્રિના સમયે. રાત્રિના પ્રથમ પ્રહરને પૂર્વ રાત્રિ અને ચોથા પ્રહરને અપરરાત્રિ કહે છે. તે બંને કાલ ધર્મજાગરણ માટેના છે.
૩૬
પાસુ(પ્રાસુક) :– અચિત્ત આહાર, સળિા- અચિત્ત આહારમાં પણ ગ્રહણ કરવા યોગ્ય, ઉત્પાદન વગેરે દોષથી રહિત, ૩- અનેક ઘરોમાંથી થોડો-થોડો લેવામાં આવતો આહાર. સામુવાળિય– ઉચ્ચ નિમ્નના ભેદ રાખ્યા વિના ગોચરી યોગ્ય ઘરોમાં ગોચરીથી પ્રાપ્ત આહાર.
સ્વાધ્યાયનો કાળ-અકાળ :
३६ कप्पणिग्गंथाण वा णिग्गंथीण वा चउहिं महापाडिवएहिं सज्झायं રેત્તમ્, તેં નહીં- આાસાઢપાડિવ, વમ પાડિવ, ઋત્તિયપાડિવ, સુશિષ્ઠન
पाडिव ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓએ ચાર મહાપ્રતિપદાઓના દિવસે સ્વાધ્યાય કરવો કલ્પનીય
નથી, તે આ પ્રમાણે છે– (૧) અષાઢી પૂનમ પછી આવતી શ્રાવણી એકમ. (૨) આસો મહિનાની પૂનમ પછી આવતી કાર્તિકી એકમ. (૩) કાર્તિકી પૂર્ણિમા પછી આવતી માગસર મહિનાની એકમ. (૪) ચૈત્રી પૂર્ણિમા પછી આવતી વૈશાખી એકમ. (ગુજરાતીની અપેક્ષાએ અષાઢવદ એકમ, આસોવદ એકમ, કારતકવદ એકમ, ચૈત્રવદ એકમ)
३७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा चउहिं संझाहि सज्झायं करेत्तए, તેં નહા- પદમા, પ∞િમાપ, મળ્યે, અન્નુત્તે ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓ માટે ચાર સંધ્યાકાળે સ્વાધ્યાય કરવો કલ્પનીય નથી, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સંધ્યા- સૂર્યોદયથી પહેલાનો સમય. (૨) પશ્ચિમ સંધ્યા- સૂર્યાસ્ત પછીનો સમય. (૩) મધ્યાહ્ન સંધ્યા- દિવસનો મધ્ય સમય. (૪) અર્ધરાત્ર સંધ્યા—મધ્ય રાત્રિનો સમય.
३८ कप्पणिग्गंथाण वा णिग्गंथीण वा चउक्कालं सज्झायं करेत्तए, તેં નહીં- પુખ્તે, અવરહે, પોલે, પન્નૂલે ।
ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને ચાર કાળે સ્વાધ્યાય કરવી કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાતમાં— દિવસના પ્રથમ પ્રહરમાં. (૨) અપરાહ્નમાં– દિવસના અંતિમ પ્રહરમાં. (૩) પ્રદોષમાં– રાત્રિના પ્રથમ પ્રહરમાં. (૪) પ્રત્યૂષમાં– રાતના અંતિમ પ્રહરમાં.