________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૬૫ |
જાગરણ કરીને આત્માને જાગૃત કરતા નથી. (૪) જે પ્રાસુક, એષણીય, થોડી થોડી અને સામુદાનિક ભિક્ષાની સમ્યક પ્રકારે ગવેષણા કરતા નથી. આ ચાર કારણે નિગ્રંથ, નિગ્રંથીઓને વર્તમાન સમયે ઉત્પન્ન થવા યોગ્ય અતિશય જ્ઞાન, દર્શન ઉત્પન્ન થતું નથી. |३५ चउहि ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयंसि अइसेसे णाणदंसणे समुप्पज्जिउकामे समुप्पज्जेज्जा, तं जहा- इत्थिकहं भत्तकह देसकहं रायकहं णो कहेत्ता भवइ । विवेगेण विउस्सग्गेणं सम्ममप्पाणं भावेत्ता भवइ । पुव्वरत्तावररत्त- कालसमयसि धम्मजागरियं जागरइत्ता भवइ । फासुयस्स एसणिज्जस्स उछस्स सामुदाणियस्स सम्म गवेसित्ता भवइ ।
__एच्चेएहिं चउहिं ठाणेहिं णिग्गंथाण वा णिग्गंथीण वा अस्सि समयसि अइसेसे णाणदसणे समुप्पज्जिउकामे समुप्पज्जेज्जा । ભાવાર્થ :- નિગ્રંથ અને નિગ્રંથીઓને ચાર કારણે વર્તમાન સમયે, ઉત્પન્ન થવા યોગ્ય, અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે– (૧) જે સ્ત્રીકથા, ભક્ત કથા, દેશ કથા અને રાજ-કથા કરતા નથી. (૨) જે વિવેક અને વ્યુત્સર્ગ દ્વારા આત્માની સમ્યગૂ ભાવના કરે છે. (૩) જે પૂર્વરાત્રિ અને અપરાત્રિએ ધર્મ ધ્યાન કરતાં જાગૃત રહે છે. (૪) જે પ્રાસુક એષણીય, અલ્પ માત્રામાં અને સામુદાનિક ભિક્ષાની સમ્યક પ્રકારે ગવેષણા કરે છે.
આ ચાર કારણે નિગ્રંથ અને નિગ્રંથીને વર્તમાન સમયે, ઉત્પન્ન થવા યોગ્ય અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કેવળજ્ઞાન-દર્શન ઉત્પન્ન થવાના અને ન થવાના ચાર કારણો દર્શાવ્યા છે. સ લે - અતિશય જ્ઞાન. તેના બે અર્થ છે– (૧) કેવળજ્ઞાન અને કેવળદર્શન (૨) અવધિજ્ઞાન, મન:પર્યવ– જ્ઞાન અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન.
ત્તિ સમયેલિ - વર્તમાન સમયે. તેના બે અર્થ છે– (૧) કેવળજ્ઞાન દર્શનની અપેક્ષાએ બૂસ્વામી સુધીના ચોથા-પાંચમા આરાનો કાળ (૨) શ્રત વગેરે વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ પાંચમા આરાનો કાળ અથવા સૂત્રવાંચનકર્તાનો પ્રત્યેક કાળ.
સમુખssel :- આ શબ્દનો અર્થ 'ઉત્પન્ન થવાની ઈચ્છાવાળો' થાય છે પરંતુ જ્ઞાનાદિકમાં અભિલાષાનો અભાવ હોય છે. તેથી 'કુત્વાકુવામનો અર્થ 'ઉત્પત્તિને યોગ્ય હોવા છતાં,' તેવો અર્થ કરવો આવશ્યક છે.