________________
સ્થાન–૪: ઉદ્દેશક-૨
[ ૩૬૯ ]
પરંતુ બીજાના કર્મનો અંત કરતા નથી. (૨) કોઈ પુરુષ બીજાના કર્મનો અંત કરે છે પરંતુ પોતાના કર્મનો અંત કરતા નથી. (૩) કોઈ પુરુષ પોતાના કર્મનો પણ અંત કરે છે અને બીજાના કર્મનો પણ અંત કરે છે. (૪) કોઈ પુરુષ ને પોતાના કર્મનો અંત કરે કે ન બીજાના કર્મનો અંત કરે છે. વિવેચન :અંતરે :- અંત શબ્દના ચાર અર્થ છે. (૧) સ્વપરના સંસારનો અંત કરનાર (૨) સ્વપરની ઘાત કરનાર (૩) સ્વાધીન પરાધીનપણે કાર્ય કરનાર (૪) ધનસંપત્તિને સ્વાધીન પરાધીન રાખનાર. તે ચાર ચૌભંગી આ પ્રમાણે છેપ્રથમ ચૌભગી - (૧) કોઈ પુરુષ પોતાના સંસારનો અંત કરે છે અર્થાત્ કર્મ–મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે પરંતુ બીજાને ઉપદેશાદિ ન આપવાથી બીજાના સંસારનો અંત કરતા નથી. જેમ કે પ્રત્યેક બુદ્ધ કેવલી આદિ, (૨) આચાર્ય વગેરે કે જેઓ અચરમશરીરી હોવાથી પોતાના સંસારનો અંત કરતા નથી પરંતુ ઉપદેશાદિ દ્વારા બીજાના સંસારનો અંત કરે છે. (૩) તીર્થકર તથા સામાન્ય કેવળી જે પોતાના સંસારનો અંત કરે છે અને ઉપદેશાદિ દ્વારા બીજાના સંસારનો પણ અંત કરે છે. (૪) દુષમકાળના આચાર્ય વગેરે કે જેઓ પોતાના સંસારનો અંત કરતા નથી અને બીજાના સંસારનો પણ અંત કરતા નથી. બીજી ચૌભંગી:- (૧) જે આત્મઘાતક હોય પરંતુ બીજાની ઘાત ન કરે. (૨) પર ઘાતક હોય પરંતુ આત્મ ઘાતક ન હોય. (૩) આત્મઘાતક અને પરઘાતક બંને હોય તે. (૪) ન આત્મઘાતક હોય અને ન પરઘાતક હોય. ત્રીજી ચૌભંગીઃ - (૧) આત્મતત્રકર-સ્વાધીનપણે કાર્ય કરે પરંતુ પરતંત્ર બની કાર્ય કરે નહીં. જેમ કે તીર્થકર. (૨) પરતંત્રકર હોય પરંતુ આત્મતત્રકર ન હોય. જેમ કે શૈક્ષ સાધુ. (૩) આત્મતત્રકર પણ હોય અને પરતંત્રકર પણ હોય, જેમ કે- આચાર્ય, સ્થવિર આદિ. (૪) ન આત્મતંત્રકર હોય અને ન પરતંત્રકર હોય. જેમ કે– શઠ પુરુષ. ચોથી ચૌભંગી:- (૧) આત્માયત્તકર ધનાદિને પોતાને આધીન રાખનાર પરંતુ બીજાને આધીન નહીં કરનારા પુરુષ. (૨) પોતાના ધનાદિને પોતાના આધીન ન રાખે પરંતુ બીજાને આધીન કરનારા પુરુષ.(૩) ધનાદિને સ્વપર બન્નેને આધીન રાખનાર પુરુષ. (૪) ધનાદિને ન પોતાને આધીન રાખે કે ન પરને આધીન કરે તેવા પુરુષ. સ્વ-પર ખિન્નતા-દમનતાની ચૌભંગી :४२ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- आयंतमे णाममेगे णो परंतमे, परंतमे णाममेगे णो आयंतमे, एगे आयंतमे वि परंतमे वि एगे णो आयंतमे णो परंतमे । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ આત્મતમ(આત્માને