________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
પિન્દ્રેયળી :- જે કથા જીવનની નશ્વરતા, દુઃખ આદિનું વર્ણન કરી, શરીરની અશુચિ બતાવી, સંસાર અને શરીર પ્રત્યે ઉદાસીન બનાવે તે નિર્વેદની કથા કહેવાય છે.
૩ર
નિર્વેદની કથાના પ્રકાર :- નિર્વેદની કથાના આઠ પ્રકાર બે ચૌભંગી દ્વારા સમજાવ્યા છે. તે બે ચૌભંગી દૃષ્ટાંતપૂર્વક આ રીતે સમજાવવામાં આવે છે–
પ્રથમ ચૌભંગી :– (૧) ચોર વગેરે આ જન્મમાં ચોરી વગેરે કરીને આ જન્મમાં જ જેલ વગેરેની સજા ભોગવે છે. (૨) કેટલાક શિકારી વગેરે આ જન્મમાં પાપ બાંધીને પરલોકમાં નરકાદિના દુઃખ ભોગવે છે. (૩) કેટલાક પ્રાણી પૂર્વભવમાં બાંધેલા પાપકર્મના માઠા ફળ આ ભવમાં ગર્ભકાળથી મરણ સુધી દરિદ્રતા, વ્યાધિ આદિ રૂપે ભોગવે છે. (૪) પૂર્વભવમાં ઉપાર્જન કરેલા અશુભ કર્મોના ઉદયે કાગડા, ગિધડા આદિ જીવો માંસભક્ષણાદિ કરીને પાપ કર્મોનો બંધ કરે છે અને નરકાદિમાં દુઃખ ભોગવે છે.
બીજી ચૌભંગી :– (૧) તીર્થંકરોને દાન આપનાર દાતા આ ભવમાં સાતિશય પુણ્ય બાંધી સુવર્ણવૃષ્ટિ આદિ પાંચ દિવ્ય પ્રાપ્ત કરી, પુણ્યફળ ભોગવે છે. (૨) સાધુ આ લોકમાં સંયમની સાધનાની સાથે પુણ્યકર્મનો બંધ કરી, પરભવમાં સ્વર્ગાદિ સુખ ભોગવે છે. (૩) પૂર્વભવમાં બાંધેલા પુણ્યના ફળને તીર્થંકરાદિ આ ભવમાં ભોગવે છે. (૪) પૂર્વભવમાં બાંધેલા પુણ્ય કર્મના ફળના પરિણામે દેવભાવમાં સ્થિત તીર્થંકરાદિનો આત્મા પછીના ભવમાં તીર્થંકરાદિ રૂપે જન્મી, પુણ્ય ફળ ભોગવે છે.
પ્રથમ ચૌભંગીમાં પાપકર્મના ફળ ભોગવવાના ચાર પ્રકાર બતાવ્યા છે અને બીજી ચૌભંગીમાં પુણ્યકર્મ ભોગવવાના ચાર પ્રકાર બતાવ્યા છે.
અહીં નિર્વેદની કથાના આઠ વિકલ્પ કર્યા છે. તેનાથી ફલિત થાય છે કે પુણ્ય અને પાપ બંનેના ફળ બતાવીને શ્રોતાની સંયમ, વ્રત પ્રત્યાખ્યાન વગેરે અનુષ્ઠાન પ્રત્યે રુચિની વૃદ્ધિ કરાવવી જોઈએ. કૃશ અને દૃઢ પુરુષની ચૌભંગીઓ :
३१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - किसे णाममेगे किसे, किसे णाममेगे दढे, दढे णाममेगे किसे, दढे णाममेगे दढे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ છે, તે આ પ્રમાણે છે– (૧)કોઈ પુરુષ શરીર અને મન બન્નેથી કૃશ હોય છે અથવા પહેલા પણ કૃશ અને પછી પણ કૃશ હોય છે. (૨) કોઈ પુરુષ શરીરથી કૃશ પણ મનોબળથી દૃઢ હોય છે. (૩) કોઈ પુરુષ શરીરથી દઢ પણ મનોબળથી કૃશ હોય છે. (૪) કોઈ પુરુષ શરીરથી દૃઢ અને મનોબળથી પણ દઢ હોય છે.
३२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - किसे णाममेगे किससरीरे,
किसे णाममेगे दढसरीरे, दढे णाममेगे किससरीरे, दढे णाममेगे दढसरीरे ।